ગુજરાત

gujarat

શ્રાવણનો પ્રથમ સોમવારઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિશેષ પૂજા, કોરોનાને લીધે ભક્તો ઉપસ્થિત ન રહ્યા

By

Published : Jul 6, 2020, 9:13 AM IST

ઉજ્જૈનમાં આજે શ્રાવણના પહેલા દિવસનો પ્રથમ સોમવાર છે. આ વિશેષ સહયોગ સાથે શરૂ થઇ રહેલા શ્રાવણના પર્વ પર ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં સવારે 4 વાગ્યે ભસ્મ આરતી શરૂ થઇ હતી. હાલ કોરોના વાઇરસને કારણે આરતીમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, પરંતુ ભસ્મ આરતીમાં આજે ગર્ભ ગૃહને ચમેલીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તેમજ કોરોના વાઇરસને લઇને પૂજારીઓએ ભગવાન મહાકાળને પ્રાર્થના કરી હતી.

Ujjain
ઉજ્જૈન

મધ્ય પ્રદેશ: ઉજ્જૈનમાં આજે શ્રાવણના પહેલા દિવસનો પ્રથમ સોમવાર છે. આ વિશેષ સહયોગ સાથે શરૂ થઇ રહેલા શ્રાવણના પર્વ પર ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં સવારે 4 વાગ્યે ભસ્મ આરતી શરૂ થઇ હતી. હાલ કોરોના વાઇરસને કારણે આરતીમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, પરંતુ ભસ્મ આરતીમાં આજે ગર્ભ ગૃહને ચમેલીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તેમજ કોરોના વાઇરસને લઇને પૂજારીઓએ ભગવાન મહાકાળને પ્રાર્થના કરી હતી.

ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મોડી રાત્રે 2:30 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતાં, ત્યારબાદ મહાકાલને જળ ચઢાવવામાં આવ્યું અને પછી પંચામૃત અભિષેકની પૂજા કર્યા બાદ ભાંગનો વિશેષ શણગાર કરીને ભસ્મ આરતી કરાવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં શ્રાવણના પ્રથમ સોમવારે મંદિર પરિસરમાં નંદીહાલ, ગણેશ મંડપ, અને કાર્તિક હોલ શ્રધ્ધાળુથી ભરાયેલો હોય છે, પરંતુ હાલ કોરોના વાઇરસને કારણે આ વખતે શ્રધ્ધાળુ શ્રાવણ મહિનામાં બાબા મહાકાળના દર્શન કરી શક્યા નહીં અને આખો મંદિર પરિસર ખાલી રહ્યું હતું.

તમને જણાવી દઇએ કે, મહાકાલના દરબારમાં દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આજે રાત્રે 4 વાગ્યે બાબા મહાકાલ પોતોના ભક્તોની સ્થિતિ જાણવા શહેરમાં ભ્રમણ પર નીકળશે. કોરોના વાઇરસના ભયને લઇને મહાકાલની સવારીનો માર્ગ બદલવામાં આવ્યો છે. મહાકાલની સવારીમાં સામાન્ય શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવવામાં આવ્યો છે.

આ સાથે શ્રધ્ધાળુઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર પર રહીને મહાકાલના દર્શન કરવા વિનંતી કરવામાં આવી છે. શ્રધ્ધાળુ મહાકાળેશ્વર મંદિરની વેબસાઇટ અને મહાકાળેશ્વર મંદિર ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર જઇને લાઇવ દર્શન કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details