ગુજરાત

gujarat

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં કોઇ મતભેદ નથીઃ શરદ પવાર

By

Published : Jul 8, 2020, 6:43 AM IST

NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે, સત્તારુઢ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં કોઇ ક્લેશ નથી. અમે રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના કામકાજથી સંતુષ્ટ છીએ.

Sharad Pawar
Sharad Pawar

મુંબઇઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (રાકાંપા) પ્રમુખ શરદ પવારે કહ્યું કે, મેં મહારાષ્ટ્રના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી અને સત્તારુઢ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાં (એમવીએ) કોઇ કલેશ નથી.

પવારે પુણેમાં વેપારી સંઘના પ્રતિનિધિઓની સાથે બેઠક કર્યા બાદ સંવાદદાતાઓ સાથે વાત કરી હતી. પવારે મુંબઇમાં ઠાકરેના નિવાસ માતોશ્રીમાં સોમવારે CM ઉદ્ધવ ઠાકરે સાથેે મુલાકાત કરી હતી. આ મુલાકાત વિશે પવારે કહ્યું કે, શિવસેના-રાકાંપા-કોંગ્રેસ ગઠબંધનમાં મતભેદના માહિતી મારા માટે સમાચાર છે.

મહત્વનું છે કે, સત્તારુઢ ગઠબંધનમાં મતભેદની માહિતી ત્યારે આવી હતી, જ્યારે મુંબઇમાં દસ પોલીસ ઉપાયુક્તોના ટાન્સફરના ગૃહ વિભાગના આદેશને પરત લેવામાં આવ્યો હતો. હાલ ગૃહ વિભાગ રાકાંપાની પાસે છે. જેથી આ વિષયમાં પવારનું કહેવું છે કે, આઇપીએસ અને આઇએસએ અધિકારીઓનું ટાન્સફર મુખ્ય પ્રધાનની મંજૂરીથી કરવામાં આવી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં રાકાંપા પ્રમુખે કહ્યું કે, અમે રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના કામકાજથી સંતુષ્ટ છીએ.

ABOUT THE AUTHOR

...view details