ગુજરાત

gujarat

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે જયપુરમાં 2 કોંગ્રેસી નેતાના ઘરે IT વિભાગના દરોડા

By

Published : Jul 13, 2020, 11:18 AM IST

રાજસ્થાનમાં કેટલાક કોંગ્રેસ નેતાના ઘર પર IT વિભાગના દરોડા પડ્યા છે. જેમાં ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોડના ઘર પર ITએ દરોડા પાડી તપાસ કરી છે.

IT raid
IT raid

રાજસ્થાન: રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે કોંગ્રેસના કેટલાક નેતાના ઘરે દરોડા પડ્યા છે. આજે મુખ્યપ્રધાન અશોક ગહલોતના નજીકના ગણાતા પૂર્વ રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને કોંગ્રેસ નેતા રાજીવ અરોડાના ઘરે ઈન્કમ ટેક્સ અને ઈડીએ દરોડા પાડ્યાં છે.

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે બંન્ને કાર્યવાહીને અલગ રીતે જોવામાં આવી રહી છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટના બળવાખોર વલણ બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી છે. આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પાર્ટીએ વ્હિપ પણ જાહેર કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details