ગુજરાત

gujarat

કેન્દ્ર સરકારે ઈસ્લામોફોબિયાથી સંબંધિત OICની ટિપ્પણીઓને નકારી

By

Published : Apr 22, 2020, 12:29 AM IST

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, ભારત લઘુમતીઓ અને મુસ્લિમોનું સ્વર્ગ છે. તેમના સામાજિક, આર્થિક અને ધાર્મિક અધિકાર અહીં સુરક્ષિત છે. જો કોઈ પૂર્વગ્રહયુક્ત માનસિકતાને આધારે આ બોલી રહ્યું છે, તો તેણે આ દેશની વાસ્તવિકતા તરફ ધ્યાન આપવું જોઈએ અને તેને સ્વીકારવું જોઈએ.

કેન્દ્ર સરકારે ઈસ્લામોફોબિયાથી સંબંધિત ઓઆઇસીની ટિપ્પણીઓને નકારી
કેન્દ્ર સરકારે ઈસ્લામોફોબિયાથી સંબંધિત ઓઆઇસીની ટિપ્પણીઓને નકારી

નવી દિલ્હી: નકવીએ મંગળવારે ઇસ્લામિક સહયોગ સંહઠનની (ઓઆઈસી) ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં મીડિયામાં વધતી મુસ્લિમ વિરોધી ભાવનાઓ અને ઇસ્લામોફોબીયા પર ચિંતા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, ઓઆઇસીએ રાજકીય અને મીડિયા વર્તુળો ઉપરાંત મુખ્ય પ્રવાહ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમ વિરોધી ભાવનાઓનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.

ઓઇઆઈસીએ કહ્યું છે કે કોરોના વાઇરસ ફેલાવવા માટે ભારતીય મુસ્લિમ લઘુમતીઓને દોષી ઠેરવવું ચિંતાજનક છે.ઓઆઈસી જનરલ સચિવાલયએ તેમના નિવેદનોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવતા હોવાની વાત વ્યક્ત કરી હતી.

ઓઆઈસીએ જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે હાલની વિશ્વની પરિસ્થિતિ એવી છે કે તેની સામે વધુ પ્રયત્નો, વધુ સક્રિય સમર્થન અને એકતાની જરૂર છે અને તમામ નાગરિકોનું મજબૂત પરસ્પર સમર્થન ખુબ જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details