ગુજરાત

gujarat

રાજસ્થાનઃ ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને મારી ટક્કર, કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવેલા યુવકનું મોત

By

Published : Nov 6, 2020, 2:18 PM IST

રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે જયપુર આવેલા યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું છે. લક્ઝરી કારમાં આવતી યુવતીઓએ યુવકની કારને એટલી જોરદાર ટક્કર મારી કે યુવક 30 ફૂટ હવામાં ફંગોળાઈને એક મકાનની છત પર જઈને પડ્યો અને ત્યાં જ તેનું મોત થઈ ગયું.

રાજસ્થાનમાં ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને મારી ટક્કર, કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવેલા યુવકનું મોત
રાજસ્થાનમાં ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને મારી ટક્કર, કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવેલા યુવકનું મોત

  • જયપુરમાં ઓડી કારમાં આવેલી યુવતીઓએ યુવકને મારી ટક્કર
  • કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવેલા યુવકને કારે મારી ટક્કર
  • ટક્કર બાદ યુવક 30 ફૂટ ઊંચો હવામાં ફંગોળાઈ ગયો હતો
  • યુવકનો મૃતદેહ ફંગોળાયા બાદ મકાનની છત પર પડ્યો

જયપુરઃ આ અંગે મળતી માહિતી અનુસાર, રાજસ્થાન કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે જયપુર પહોંચેલા એક ઉમેદવારને એલિવેટેડ રોડ પર ટક્કર મારી હતી. ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને ટક્કર મારતા યુવક 30 ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો. કારની ટક્કર બાદ યુવક ફંગોળાઈને મકાનની છત પર જઈને પડ્યો અને ત્યાં જ તેનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં મૃતકનો એક પગ પણ કપાઈ ગયો, જે એલિવેટેડ રોડ પર જ પડી ગયો હતો. જ્યારે યુવકનું બાકીનું શરીર મકાનની છત પર જઈને પડ્યું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લક્ઝરી કારને કબજે કરી લીધી છે. જ્યારે યુવકના મૃતદેહને એસએમએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ અંગે મૃતકને પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી છે.

મૃતકને પરિવારજનોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી થશે

મૃતકના પરિવારજનો જયપુર પહોંચ્યા બાદ જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, મૃતકના પરિવારજનો દ્વારા એફઆઈઆર નોંધાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details