ગુજરાત

gujarat

'બદલાયેલી રાજકીય સ્થિતિમાં હું ખાસ કંઈ કરી શકું તેમ લાગતું નથી'

By

Published : Aug 13, 2020, 8:11 PM IST

2009માં IAS પરીક્ષાના ટોપર શાહ ફૈઝલે પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી, પરંતુ એક જ વર્ષમાં રાજકારણ છોડી દેવાનું નક્કી કર્યું છે. જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ પાર્ટીના સ્થાપક ફૈઝલે પક્ષ છોડ્યા પછી ફરીથી અમલદાર બદલવા માટેનું વિચારવાનું શરૂ કર્યું છે.

શાહ ફૈઝલે
શાહ ફૈઝલ

શ્રીનગર: કલમ 370ની નાબુદ કરીને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી નાખવામાં આવ્યું ત્યારે બીજા રાજકીય નેતાઓની જેમ શાહ ફૈઝલની પણ અટકાયત કરીને પબ્લિક સેફ્ટી ઍક્ટ જેલમાં મોકલી દેવાયા હતા. 11 મહિના જેલમાં રહ્યા પછી ત્રીજી જૂને તેમનો છૂટકારો થયો હતો.

જોકે તે પછી પણ પોતાને નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા હોવાનું શાહનું કહેવું છે. સૌની નવાઈ વચ્ચે તેમણે દોઢ વર્ષ પહેલાં સ્થાપેલા પોતાની રાજકીય પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. ઈટીવી ભારતના રિપોર્ટર મીર ફરહાત સાથેની વાતચીતમાં શાહ ફૈઝલ કહે છે બદલાયેલી સ્થિતિમાં તેઓ રાજકારણમાં કંઈ કરી શકે તેમ નથી, તેથી હવે સામાન્ય જિંદગી જીવવા તરફ પાછા વળવા માગે છે.

સવાલ: રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યા પછી એક જ વર્ષમાં કેમ વિચાર ફેરવી તોળ્યો?

જવાબ: એક વર્ષ સુધી મેં વિચાર કર્યો. સમય બદલાઈ ગયો છે. પાંચમી ઑગસ્ટ પછી પહેલા જેવી સ્થિતિ નથી. હું બધું ભૂલીને આગળ વધવા માગું છું.

સવાલ: શું તમને લાગે છે કે પાંચ ઑગસ્ટ પછી હવે ચૂંટણીલક્ષી રાજકારણ શક્ય રહ્યું નથી, કેમ કે કાશ્મીરને લગતા મુદ્દાનું હવે કોઈ લેવાલ રહ્યું નથી. શું તેથી જ તમે અગાઉની ભૂમિકામાં પાછા ફરવા માગો છો?

જવાબ: એવું બિલકુલ નથી. ચૂંટણીલક્ષી રાજકારણ તો ચાલતું જ રહેવાનું. લોકશાહી છે અને અહીંના લોકો આખરે લોકતંત્ર ચલાવતા રહેશે. પરંતુ બદલાયેલી સ્થિતિમાં મારાથી ખાસ કશું થઈ શકે તેમ મને લાગતું નથી.

સવાલ: ઘણા લોકોએ ખાસ કરીને યુવાઓને તમારા પર આશા હતી. તમે અમલદાર બન્યા અને બાદમાં રાજકારણમાં આવ્યા. તેમની આશાઓને શું ધક્કો નહિ લાગ્યો હોય?

જવાબ: સિવિલ સર્વિસમાં જોડાનારા લોકોને આઘાત લાગ્યો હશે કે મેં જ્યારે તે છોડી દેવાનું નક્કી કર્યું. મારા નિર્ણયથી ઘણા યુવાનોને દુખ થયું હતું. મને પણ તે બાબતનું દુખ છે.

સવાલ: ચોથી ઑગસ્ટની રાતે ઘણા રાજકારણીઓની અટકાયત કરી લેવાઇ, તેમને કહેવાયું હતું કે તેમણે એક બોન્ડ પર સહી કરવાની છે અને ખાતરી આપવાની છે કે કલમ 370ની નાબુદી વિશે કશું નહિ બોલે. શું તમે પણ તેના પર સહી કરી હતી, કેમ કે એવું લાગે છે કે તમે પણ નવી રાજકીય સ્થિતિને સ્વીકારી લીધી છે?

જવાબ: PSA (પબ્લિક સેફ્ટી ઍક્ટ) કાયદામાં ક્યાંય બોન્ડની જોગવાઈ નથી. અમે બિનશરતી છોડી મૂકવામાં આવ્યા છે.

સવાલ: તમારું રાજીનામું હજી સ્વીકારાયું નથી. શું તમને લાગે છે કે ફરી સિવિલ જોઈન કરી શકશો કે પછી હાર્વર્ડમાં ભણાવવા જતા રહેશો?

જવાબ: મને અત્યારે ખરેખર કંઈ ખબર નથી. અત્યારે પ્રથમ ડગલું માંડ્યું છે. હું આખરે સ્થિર થઈ જવા માગું છું. જીવનમાં બહુ પ્રયોગો કર્યા અને મને તેમાંથી બોધપાઠ પણ મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details