ગુજરાત

gujarat

31 જાન્યુઆરીની દેશ અને દુનિયાની મહત્વપુર્ણ ઘટનાઓ...

By

Published : Jan 31, 2020, 9:52 AM IST

31 જાન્યુઆરીના દિવસે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રમાં વિશેષ મહત્વ છે. આ એક અનોખો સંયોગ છે કે, અમેરિકાએ 31 જાન્યુઆરી, 1958ના રોજ પોતાનું પહેલું અંતરિક્ષ યાન અંતરિક્ષમાં મોકલ્યું હતું અને 31 જાન્યુઆરીના જ દિવસે અંતરિક્ષમાં સજીવો પ્રાણીઓ પર થતી અસર જાણવા નાસાએ ચિંપાંજીને અંતરિતક્ષમાં મોકલ્યું હતું.

history of 31 january
દેશ અને દુનિયાની મહત્વપુર્ણ ઘટનાઓ

નવી દિલ્હીઃ અંતરિક્ષની રહસ્યમયી દુનિયાથી માણસ હંમેશાથી આકર્ષાયો છે. સોવિયત સંઘે આ દિશામાં પગલા ભર્યા બાદ અમેરિકાએ પણ આ દિશામાં પ્રયાણ કર્યું હતું. જે બાદ દુનિયાના ઘણા મોટા દેશોએ અંતરિક્ષ સંશોધનમાં ઝંપલાવ્યું હતું. અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

આ પછી 31 જાન્યુઆરીના રોજ અમેરિકાએ માનવ અપોલો યાન ચંદ્ર પર મોકલ્યું હતું.

દેશ દુનિયાના ઈતિહાસમાં 31 જાન્યુઆરીના રોજ જુદા જુદા વર્ષોમાં ઘટેલી મહત્વની ઘટનાઓ

  • 1561: મુગલ બાદશાહ અકબરના અંગરક્ષક અને મુગલ સલ્તનતના વફાદાર સેનાપતિ બૈરમ ખાનની હત્યા
  • 1893: કોકો કોલા ટ્રેડમાર્કનો અમેરિકામાં પહેલી વાર પેટન્ટ કરવામાં આવ્યું હતું. આ દુનિયાનું સૌથી મોંઘા ટ્રેડમાર્કોમાં તેની ગણના થાય છે.
  • 1958: અમેરિકાના પહેલા અંતરિક્ષ યાન રૂપે એક્સપ્લોરલ-1ને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. આ સાથે અમેરિકા પણ અંતરિક્ષની સ્પર્ધામાં જોડાયું
  • 1961: અમેરિકાએ સજીવ પ્રાણીઓ પર અંતરિક્ષનો પ્રભાવનો અભ્યાસ કરવા એક ચિંપાંજીને અંતરિક્ષમાં મોકલ્યું
  • 1966: સોવિયત સંઘે ચંદ્ર પર પોતાનું પહેલું અંતરિક્ષ યાન લૂના-9ને મોકલ્યું
  • 1971: પુર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે 19 વર્ષ પછી ફરીથી ટેલિફોનિક સુવિધા શરૂ કરવામાં આવી
  • 1971: અમેરિકાએ સમાનવ અપોલો યાનને ચંદ્ર તરફ રવાના કર્યું હતું
  • 2001: લીબિયાના નાગરિક અબ્દુલ બાસિત અલી મોહમ્મદ અલ મેગરાહીને 1988ની પેન એમ ઉડાન 103માં થયેલા વિસ્ફોટમાં દોષી ઠેરવવામાં આવ્યો. આ દુર્ઘટનામાં 270 લોકોના મોત નિપજ્યા હતા
  • 2010: હોલિવુડની 'અવતાર' ફિલ્મે 2 અબજ ડોલરની કમાણી કરી એક નવો રેકોર્ડ બનાવ્યો

ABOUT THE AUTHOR

...view details