ગુજરાત

gujarat

ભોપાલ સ્ટેશન પર એલપીજી માલગાડી વેગનમાંથી ગેસ લીક થયો

By

Published : May 9, 2020, 7:55 PM IST

મધ્યપ્રદેશના ભોપાલ સ્ટેશન પર એલપીજી માલગાડીના વેગનમાંથી ગેસ લીક થવા લાગ્યો હતો. આ ઘટના બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

Etv bharat
bhopal

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્ટેશન પર હલચલ મચી ગઈ હતી જ્યારે માલગાડી ટ્રેનના એલપીજીના વેગનમાંથી ગેસ લિકેજ થવા લાગ્યો હતો. આ તકે સ્ટેશન પર હાજર લોકોને આ અંગે જાણકારી મળતા તેઓએ અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં તુરંત જ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી લીકેજમાં એમસિલ લગાવ્યું હતું, તેમ છતાં હલકા પ્રમાણમાં ગેસ લીક થઈ રહ્યો હતો. કર્મચારીના અથાગ પ્રયાસો બાદ પણ ગેસ લીક થતો રહ્યો. જે બાદમાં માલગાડીને રિપેર સેન્ટર બોરી બકાની લઈ જવામાં આવે અને ત્યાં જ તેનો ગેસ લીકેજ અટકાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે આ માલગાડીમાંથી પહેલા ખંડવા પર પણ ગેસ લીકેજ થયો હતો, અધિકારીએ જણાવ્યું હતું કે ખંડવા પર ગેસ લીક થતો અટકાવવામાં આવ્યો હતો, પરંતુ ભોપાલ પહોંચતાં ગેસ લીકેજ વધતો ગયો.

ABOUT THE AUTHOR

...view details