ગુજરાત

gujarat

પેટ્રોલ-ડીઝલની કિંમત મુદ્દે સોનિયાનો મોદી સરકાર પર વાર, જાણો શું કહ્યું?

By

Published : Jun 29, 2020, 7:40 PM IST

દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઈને આજે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયાએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ પર 12 વખત એકસાઇઝ ડ્યૂટી વધારીને મોદી સરકારે જનતા પાસેથી 18 લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

Govt 'extorting' people with fuel price hikes: Sonia Gandhi
પેટ્રોલ-ડીઝલની કિંમતો મુદ્દે સોનિયાનો મોદી સરકાર પર વાર, જાણો શું કહ્યું?

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઈને આજે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયાએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ પર 12 વખત એકસાઇઝ ડ્યૂટી વધારીને મોદી સરકારે જનતા પાસેથી 18 લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

કોંગ્રેસના સોનિયા કહ્યું કે, દેશમાં એક તરફ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ મોંઘા થતા પેટ્રોલ-ડીઝલના ભાવની મારથી દેશવાસીઓનું જીવન મુશ્કેલી ભર્યું બની ગયું છે. દેશની રાજધાની દિલ્હી અને મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 80 રૂપિયા પ્રતિ લિટરથી પણ ઉપર થઈ ગયાં છે. લોકડાઉન બાદ મોદી સરકારે 22 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો મુદ્દે સોનિયાનો મોદી સરકાર પર વાર, જાણો શું કહ્યું?

વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ એવા સમયે વધારવામાં આવી રહ્યાં છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઓછી થઇ રહી છે. 2014 પછી મોદી સરકારે જનતાને કાચા તેલની ઘટતી કિંમતોનો ફાયદો આપવાને બદલે પેટ્રોલ-ડીઝલના ભાવ પર 12 વખત એકસાઇઝ ડ્યૂટી વધારી છે. જેથી સરકારે 18 લાખ કરોડ રૂપિયા વધારાના વસૂલ કર્યા છે. મુશ્કેલ સમયમાં દેશવાસીઓનો સહારો બનવાની જગ્યાએ સરકાર મુસીબતો સાથે નફાખોરી કરી રહી છે.

સોનિયાએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોની સીધી અસર ખેડૂતો-ગરીબો અને માધ્યમ વર્ગ પર પડી રહી છે. જેથી મોદી સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવ ઓછો કરે અને એક્સાઇઝ ડ્યૂટી પણ પાછી ખેંચે.

ABOUT THE AUTHOR

...view details