ગુજરાત

gujarat

કોરોના દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણી કેમ્પેઇન

By

Published : Jul 13, 2020, 10:08 PM IST

ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીએ કહ્યું હતું તેમ, ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો કુંભ મેળો છે. કોરોનાવાઇરસ તેની ભીંસ ક્રૂરતાપૂર્વક વધારી રહ્યો છે, ત્યારે વર્તમાન સમયમાં કોઇપણ પ્રકારની ચૂંટણી યોજવી એ મોટું જોખમ ખેડવાસમાન છે. દક્ષિણ કોરિયાએ એપ્રિલમાં કોરોનાના આશરે 10,600 કેસો અને 220 લોકોનાં મોતની સ્થિતિની વચ્ચે તેની સામાન્ય ચૂંટણીઓ હાથ ધરી હતી. તેના પરથી પ્રેરણા મેળવીને ભારતીય ચૂંટણી પંચ ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટે કમર કસી રહ્યું છે. મતદારો વચ્ચે શારીરિક અંતર વધારવું, પોલિંગ બૂથની સંખ્યા બમણી કરવી, સિનિયર સિટીઝન, 65 વર્ષ કરતાં વધુ વયના નાગરિકો માટે પોસ્ટલ બેલટની સુવિધા પૂરી પાડવી – ચૂંટણી પંચની આ નવી માર્ગદર્શિકા પાછળ કોવિડનું જોખમ કારણભૂત છે. આ સ્થિતિમાં, મતદારોને ખુશ કરવાના તથા લેટેસ્ટ ટેકનોલોજી થકી તેમને પોતાની તરફ વાળવાના રાજકીય પક્ષોના પ્રયત્નો એક આવકાર્ય પ્રગતિ છે!

ો
કોરોના દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણી કેમ્પેઇન

કોરોનાને કારણે નવી પદ્ધતિનો અમલ

જે પક્ષો વિશાળ રેલીઓ, જાહેર બેઠકો અને આડંબરી કાર્યક્રમો સાથે લાખો લોકોને એકઠા કરતા હતા, તેઓ હવે ડિજિટલ ટેકનોલોજીની મદદથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મનું શરણું લઇ રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પણ આ પ્રવાહને અનુસરીને આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં બિહારના તમામ 243 મતવિસ્તારોના દસ લાખ લોકો સુધી પહોંચવા માટે એક રેલી હાથ ધરવાના છે. ભાજપે એક મહિના અગાઉ 75 વર્ચ્યુઅલ રેલી હાથ ધરી હતી. આમ, કોરોનાના કારણે તમામ રાજકીય પક્ષોને જૂની પ્રક્રિયાઓને દૂર ધકેલીને તેને સ્થાને શિષ્ટ પ્રકારની ઝૂંબેશનો આધાર લેવાની જરૂરિયાત સર્જાઇ છે.

મહત્વનો ફેરફાર...

ભારતમાં EVMs (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના ઉપયોગને કારણે દેશમાં ચૂંટણીના ચિત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેની સાથે-સાથે બૂથ કેપ્ચરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચકાસવામાં આવે છે. વળી, ચૂંટણી પંચે (EC) પરવાનગી આપવા માટે સુગમ પોર્ટલ તથા ફરિયાદો મેળવવા અને તપાસ કરવા માટે સમધ પોર્ટલ થકી રાજકીય પક્ષો માટે કાર્ય સરળ બનાવી દીધું છે. ‘C વિજિલ’ એપ અને વિડિયો કોન્ફરન્સિંગ થકી નિર્દેશન અને દેખરેખ તથા નાગરિકોની ફરિયાદો માટે નિર્વાચન સદન આગેકૂચ કરી રહ્યું છે. ભારતીય લોકશાહી માટે માતૃસત્તાક સંસાધન ગણાતા બ્રિટનમાં તમામ મુખ્ય રાજકીય પક્ષોએ 2015 અને 2017ના વર્ષમાં ચૂંટણી અભિયાન માટે ટ્વિટરને પ્રાથમિકતા આપી હતી. જ્યારે, અમેરિકા 1960ના દાયકાથી ટીવીનો એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉપયોગ કરતું આવ્યું છે.


સમૂહ સંચારનાં માધ્યમો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે...

ભારતમાં ચૂંટણી કેમ્પેઇનમાં વિશાળકાય સભાઓના આયોજન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે અને લાખો લોકોને તે માટે એકઠા કરવામાં આવે છે. જોકે, કોઇપણ પક્ષ ખાતરીપૂર્વક નથી કહી શકતો કે, આ રીતે બિરયાનીનાં પેકેટ્સ, દારૂની બોટલો અને રૂપિયા આપીને એકઠા કરવામાં આવેલા લોકો નેતાઓનાં ભાષણોને ધ્યાનથી સાંભળશે અને પોતાનો મત તેમને આપશે. જો આમ જ હોય, તો પછી આટલાં બધાં નાણાં ખર્ચીને અને અથાગ પ્રયત્નો કરીને નાગરિક જીવનમાં આટલી ઉથલ-પાથલ શા માટે કરવી? આવું ખોટું શક્તિ પ્રદર્શન શા માટે કરવું? દેશમાં સ્માર્ટ ફોનના વપરાશકર્તાઓનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે, ટીવી અને સોશ્યલ મીડીયા ઘણી લોકપ્રિયતા ધરાવે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પ્રચારના અસભ્ય માર્ગો છોડીને ડિજિટલ માસ મીડીયા થકી મતદારોને કબ્જે કરવા માટેની રણનીતિઓ તૈયાર કરવા પર ધ્યાન આપવું જોઇએ. તેમણે એ શાણપણ વિકસાવવું જોઇએ કે, માસ મીડીયાનાં સાધનો રાજકીય લાભ પ્રાપ્ત કરવા માટેનાં મૂળ છે.

ABOUT THE AUTHOR

...view details