ગુજરાત

gujarat

તહેવારો દરમિયાન યોગ્ય ભોજન

By

Published : Nov 1, 2020, 10:46 PM IST

ભારતીય તહેવારો આવી રહ્યા છે. વરસાદની મોસમ પૂરી થતાં જ ભારતીય તહેવારોના સુંદર રંગોના આરંભનો સંકેત મળે છે, જે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને જીવંતતા લાવે છે, પરંતુ આ જ સમય પુષ્કળ ભોગવિલાસ અને વધુ પડતા આહાર સાથે પણ સંકળાયેલો છે. દરેક વ્યક્તિ માટે સૌથી સામાન્ય આકર્ષણ હોય છે - ખાદ્ય ચીજવસ્તુઓ ! મનભાવન મીઠાઈઓ અને પકવાનોથી માંડીને ખૂબ તળેલાં ખાદ્ય પદાર્થોને કારણે વધુ પડતી કેલરી અને ખાંડવાળો ખોરાક લેવાઈ જાય છે, જે પુષ્કળ વજન વધારે છે.

EATING RIGHT DURING FESTIVALS
તહેવારો દરમિયાન યોગ્ય ભોજન

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય તહેવારો આવી રહ્યા છે. વરસાદની મોસમ પૂરી થતાં જ ભારતીય તહેવારોના સુંદર રંગોના આરંભનો સંકેત મળે છે, જે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને જીવંતતા લાવે છે, પરંતુ આ જ સમય પુષ્કળ ભોગવિલાસ અને વધુ પડતા આહાર સાથે પણ સંકળાયેલો છે. દરેક વ્યક્તિ માટે સૌથી સામાન્ય આકર્ષણ હોય છે - ખાદ્ય ચીજવસ્તુઓ ! મનભાવન મીઠાઈઓ અને પકવાનોથી માંડીને ખૂબ તળેલાં ખાદ્ય પદાર્થોને કારણે વધુ પડતી કેલરી અને ખાંડવાળો ખોરાક લેવાઈ જાય છે, જે પુષ્કળ વજન વધારે છે.

એટલે, અમે કેટલાક ચોક્કસ મહત્ત્વના મુદ્દા તારવ્યા છે, જેનાથી આપણે તહેવારોનો આનંદ માણી શકીશું અને પોતાની મનપસંદ મીઠાઈઓ અને વાનગીઓ ખાઈ શકીશું.

1. પોર્શન કન્ટ્રોલ - ખોરાકના જથ્થા ઉપર અંકુશ. આપણે જે ખાઈએ તેના જથ્થા ઉપર આપણે અંકુશ લગાવી દઈએ તો આપોઆપ આપણે જેટલી કેલરી લઈએ છીએ, તેની માત્રા મર્યાદિત બની જશે, એટલે આપણે સામાન્ય રીતે જેટલું ભોજન લેતા હોઈએ, તેનો અડધો હિસ્સો જ લેવાની સલાહ છે. તેનાથી વજન નિયંત્રણમાં રાખી શકાશે અને તે પછી તેને જાળવી રાખવામાં પણ મદદ મળશે.

2. વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો પસંદ કરો - બેસનના લાડુ, મગની દાળનો હલવો, ગાજરનો હલવો, નારિયેળ અને સૂકા મેવાની મીઠાઈઓ વગેરે જેવી ઘરે બનાવેલી મીઠાઈઓ અને ખાવાની ચીજો પસંદ કરો, જેમાં તમે ખાંડ અને ઘીની માત્રા ઉપર નિયંત્રણ રાખી શકો. મીઠાઈમાં ગોળનો બને તેટલો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. નાસ્તા ઊંડા તેલમાં તળેલાને બદલે શેકેલા, વઘારેલા, અથવા ગ્રિલ્ડ હોવાં જોઈએ.

3. હાઈડ્રેશન -ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી, લીંબુનું પાણી, લીલા નારિયેળનું પાણી, પાતળી છાશ, તાજાં ફળોના રસ તેમજ કાકડી, લીંબુંની ચીરી અને ફુદીનો નાંખેલું પાણી વગેરે દ્વારા તમારા શરીરને સતત હાઈડ્રેટ રાખો. હાઈડ્રેશનથી મેટાબોલિઝમ વધશે, ટોક્સિન્સ દૂર થશે અને પરિભ્રમણને અનુકૂળ રાખો.

4. તમારા દિવસની શરૂઆત હળવા બ્રેકફાસ્ટ સાથે કરો -છૂટથી આહારને જગ્યા કરી આપવા માટે તમારો દિવસ હળવા અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ - જેવાં કે તાજાં મોસમી ફળો, સ્મૂધી, એક કપ યોગર્ટ કે તાજા ફળોના રસ સાથે કરો.

5. નિયમિત શારીરિક પ્રવૃત્તિ - તહેવારોની સિઝન હોવા છતાં તમે વધુ હલચલ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાનું સુનિશ્ચિત કરો. જો તમે ચાલવા, દોડવા કે જિમ માટે સમય ફાળવી શકો તેમ ન હો તો તેના બદલે પગથિયાં ચઢ-ઉતર કરો, યોગ કરો, સ્ટ્રેચિંગ કરો, ખરીદી કરવા જતાં ચાલીને જાવ, બજારથી થોડે દૂર કાર પાર્ક કરો અને ખરીદી કરતી વખતે ચાલો વગેરે વિકલ્પો અપનાવો. જો તમે કરી શકતા હો, તો થોડો સમય રમતોમાં વ્યસ્ત રહો.

યાદ રાખવાના મુદ્દા

  • ઠંડાપીણાં અને કાર્બનયુક્ત પીણાં લેવાનું ટાળો.
  • બ્રેડ, પિઝા, બર્ગર્સ, પેકેજ્ડ પીણાં, બિસ્કિટ્સ, કૂકીઝ વગેરે જેવાં પ્રોસેસ કરેલાં ખોરાક ટાળો
  • ફળો, શાકભાજી અને આખા અનાજ વધુ માત્રામાં લો.
  • સાંજનું ભોજન વહેલું લો, તમારા સૂવાના સમયથી ઓછામાં ઓછું ત્રણ કલાક પહેલાં જમી લો.

જો તમે ઉપરના મુદ્દા અનુસરશો, તો તમે તમારા તહેવારો તમારા પરિવાર, સંબંધીઓ તેમજ મિત્રો સાથે અત્યંત ઉર્જાવાન તેમજ તાજામાજા - રોગમુક્ત રહીને માણી શકશો.

ડૉ.દીપ્તિ વર્મા, વડા - ન્યુટ્રિશન વીએલસીસી હેલ્થકેર લિમિટેડ - એસડી

ABOUT THE AUTHOR

...view details