ગુજરાત

gujarat

કોરોના શહીદ ડૉ.જોગિંદરના પિતાને મળી મદદ, દિલ્હી સરકારે આપ્યો એક કરોડનો ચેક

By

Published : Aug 3, 2020, 10:41 PM IST

રોહિણી સ્થિત બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં કોરોના શહીદ રેસિડેન્ટ ડૉક્ટર જોગિંદર ચૌધરીના પિતાને 3 ઓગસ્ટના રોજ દિલ્હી સરકારે 1 કરોડ રૂપિયાનો ચેક વળતર તરકે આપ્યો છે. જેથી હવે પિતાએ પોતાના બીજા પુત્રને યોગ્યતા મુજબ નોકરી આપવા દિલ્હી સરકાર પાસે માગ કરી છે.

ETV BHARAT
કોરોના શહીદ ડૉ.જોગિંદરના પિતાને મળી મદદ, દિલ્હી સરકારે આપ્યો એક કરોડનો ચેક

નવી દિલ્હીઃ દિલ્હીના બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં રેસિડેન્ટ તરીકે તૈનાત ડૉક્ટર જોગિંદર ચૌધરીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી દિલ્હી સરકારે પીડિત પરિવારને પ્રોટોકોલ મુજબ 1 કરોડ રૂપિયાની સહાય આપી છે. આ સાથે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ડૉક્ટરના પિતાને સાંત્વના આપી છે.

ટ્વીટ

દિલ્હી સરકારની આ તાત્કાલિક મદદના કારણે રાજેંદર ચૌધરીએ સંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે ડૉ.જોગિંદરની કમી દૂર કરવા પોતાના એક પુત્રને સરકારી નોકરી આપવા દિલ્હી સરકાર પાસે માગ કરી છે.

એઈમ્સના ડૉક્ટરે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

આ દરમિયાન એઈમ્સના કાર્ડિયો ડિપાર્ટમેન્ટના આસિસ્ટેન્ટ પ્રોફેસર ડૉક્ટર અમરિંદર સિંહે ટ્વીટ કરી મુખ્યપ્રધાન કેજરીવાલ અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે પીડિત પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details