ગુજરાત

gujarat

ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ભારતની બે દિવસીય મુલાકાતે

By

Published : Oct 9, 2019, 12:14 PM IST

Updated : Oct 9, 2019, 2:56 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ શુક્રવારે ભારત આવશે. સુત્રોના જણાવ્યાં અનુસાર તમિલનાડુના મહાબલીપુરમ ખાતે બે દિવસીય પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ બે દિવસીય ભારતની મુલાકાતે

ચીનના પ્રમુખ શિ જિંગપિગ 11 અને 12 તેમ બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે તમિલનાડુના મમલાપુરમ ખાતે મુલાકાત થશે. જ્યાં તેઓ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. કહેવામાં આવે છે કે મહાબલીપુરમ અને ચીન વચ્ચે 2000 વર્ષ જૂનો સંબંધ છે. આ કારણે ત્યાં બેઠક થઇ રહી હોવાનું માનવામાં આવે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર પોતાનું વલણ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દે દ્વિપક્ષીય રીતે ઉકેલ લઇ આવવો જોઇએ. આ પહેલા ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ ઉકેલ લઇ આવવાની વાત કરી હતી.

મહત્વનું છે કે જિનપિંગની ભારત યાત્રા વિશે બુધવારે એટલે કે આજે સત્તાવાર રીતે જાહેરાત થઇ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં જિનપિંગના પ્રવાસ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરી ન હતી. પરંતુ સુત્રોનું કહેવું છે કે જિનપિંગની ભારત યાત્રા વિશે આજ રોજ જાહેરાત કરવામાં આવશે.

મહત્વનું છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત યાત્રાના ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન ખાતે પહોંચ્યા હતાં.

Conclusion:

Last Updated : Oct 9, 2019, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details