ગુજરાત

gujarat

ચીફ જસ્ટિસ બોબડેને મળશે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા

By

Published : Jul 30, 2020, 6:36 PM IST

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) શરદ અરવિંદ બોબડેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સીજેઆઈ બોબડેની સુરક્ષાને ઝેડ કેટેગરીથી ઝેડ પ્લસ કેટેગરીમાં બદલી દેવામાં આવી છે. પહેલા સીજેઆઈ પાસે ઝેડ સિક્યુરિટી હતી, પરંતુ ધમકીની ધારણાને કારણે તે અપગ્રેડ કરવામાં આવી છે.

Chief Justice
Chief Justice

નવી દિલ્હી: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) શરદ અરવિંદ બોબડેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે તેમને ઝેડ પ્લસ કેટેગરીનું પ્રોટેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલય અને ગુપ્તચર બ્યુરો (આઇબી)ના અહેવાલના આધારે સીજેઆઈ એસ.એ. બોબડેની સુરક્ષાને ઝેડ કેટેગરીથી ઝેડ પ્લસ કેટેગરીમાં બદલી દેવામાં આવી છે. અગાઉ સીજેઆઈ પાસે ઝેડ સિક્યુરિટી હતી, પરંતુ ધમકીની ધારણાને કારણે તેને અપગ્રેડ કરવામાં આવી છે અને હવે તેને સીઆરપીએફ દ્વારા સુરક્ષા આપવામાં આવશે.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ 18 નવેમ્બર 2019 ના રોજ ભારતના 47 મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને સીજેઆઇ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

અયોધ્યા કેસની સુનાવણી કરતી ખંડપીઠનો ભાગ

  • સીજેઆઈ એસ.એ. બોબડે પણ અયોધ્યા કેસની સુનાવણી કરનારા બંધારણીય બેેચનો ભાગ રહ્યા છે.
  • 1978માં સીજેઆઇ બોબડે મહારાષ્ટ્રની બાર કાઉન્સિલમાં જોડાયા.
  • 1998માં સિનિયર એડવોકેટ બન્યા.
  • વર્ષ 2000માં તેઓ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે જોડાયા.

ABOUT THE AUTHOR

...view details