ગુજરાત

gujarat

'ચંદ્રયાન -2' એ છોડી પૃથ્વીની કક્ષા, 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ

By

Published : Aug 14, 2019, 1:36 PM IST

નવી દિલ્હી: ભારતનું ચંદ્ર પર પહોંચવાનું સ્વપ્ન ધીમે ધીમે પુરુ થઇ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. દેશનું બીજુ ચંદ્ર મિશન 'ચંદ્રયાન -2' એ બુધવારે પૃથ્વીની ભ્રમણ કક્ષાને છોડીને ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

gfjh

અંતરિક્ષ એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય સમય મુજબ બુધવારે સવારે 2.21 વાગ્યે અભિયાન 'ટ્રાન્સ લ્યુનાર ઇન્સર્શન' (ટી.એલ.આઇ.) પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યાર પછી ચંદ્રયાન -2 સફળતાપૂર્વક 'લ્યુનાર ટ્રાન્સફર ટ્રાજેક્ટરી' માં પ્રવેશી ગયું હતું.

ISRO TWIT

ચંદ્રયાન -2નું 20 ઓગસ્ટના રોજ ચંદ્રની કક્ષામાં પહોંચવાની અને 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર પહોંચવાની આશા છે. ઇસરોએ ટ્વિટ કરી કહ્યું 'આજે ટ્રાન્સ લ્યુનાર ઇન્સર્શન (TLI) બાદ, ચંદ્રયાન -2 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ આગળ વધશે. ઇસરોએ વધુમાં કહ્યું કે 22 જુલાઇએ લૉન્ચ થયું ત્યારથી જ ચંદ્રયાન -2 ની તમામ સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત છે.

ઇસરો અનુસાર, 13 દિવસ પછી, લેન્ડર 'વિક્રમ' અલગ થઈ જશે અને થોડા દિવસો પછી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રના આ ભાગ પર હજી સુધી કોઈ દેશ પહોંચ્યો નથી. આ અભિયાનની સફળતા પછી, રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરનારો ભારત ચોથો દેશ બનશે.

ABOUT THE AUTHOR

...view details