ગુજરાત

gujarat

મદ્રાસ હાઈકોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી

By

Published : Sep 18, 2019, 8:45 AM IST

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ઘમકી મળી છે. ધમકી મળતા જ સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના પરિસરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ ખાલિસ્તાન સપોર્ટ ગ્રુપના સભ્યએ 30 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટ પરિસરને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી હતી.

etv bharat

ઘટનાની માહિતી મળતા પોલીસ ,બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત અદાલતની સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં પોલીસ એ.કે વિશ્વનાથ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ચુસ્ત બંધોબંસ્ત ગોઠવવા તેમજ પરિસરમાં પ્રવેશનાર તમામ વકીલો અને તેમના વાહનોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details