ગુજરાત

gujarat

શાહીન બાગના વિરોધ સામે સંબિત પાત્રાનો ‘શાયરાના વિરોધ’

By

Published : Jan 25, 2020, 5:39 PM IST

ભાજપા નેતા સંબિત પાત્રાએ શાહીન બાગ વિરોધ સામે કવિતા રજૂ કરી હતી. આ દરમિયાન તેમણે એક વાયરલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, દેશ વરોધી નારેબાજી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

bjp leader sambit patras poem
bjp leader sambit patras poem

નવી દિલ્હીઃ શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધને લઇને ભાજપા નેતા સંબિત પાત્રાએ જબરદસ્ત શાબ્દિક હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમણે શાયરના અંદાજમાં એક કવિતા સંભળાવી હતી અને એક વાયરલ વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આસામને ભારતમાંથી અલગ કરવાની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ મામલે જલ્દી જ સરકાર કોઇ કડક કાર્યવાહી કરશે.

શાહીન બાગના વિરોધ સામે સંબિત પાત્રાનો ‘શાયરાના વિરોધ’

શાહીન બાગ પર સંબિત પાત્રાની કવિતા
મૈં શાહીન બાગ હૂં, મૈં શાહીન બાગ હૂં.
હો કત્લેઆમ યા હો સડક જામ.
મેરા મકસદ હૈ દેશ જલે.
મૈં નફરત કી છુપી આગ હૂં.
મૈં શાહીન બાગ હૂં, મૈં શાહીન બાગ હૂં.

વાયરલ વીડિયોમાં શું છે..?
સંબિત પાત્રા દ્વારા દેખાડવામાં આવેલા વીડિયોમાં એક યુવક એવું કહે છે કે, તે ચિકન નેકને અલગ કરીને જ રહેશે. જો કે, તે આસામને ચિકન નેકના નામથી જણાવે છે. આ મુદ્દાને લઇને સંબિત પાત્રાએ કહ્યું કે, આ ટુકડા ગેંગને કોઇ પણ રીતે કામયાબ થવા દઇશું નહી. આસામને ભારતથી ક્યારેય પણ અલગ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે, ગૃહ પ્રધાન અમિત શાહે સાફ કહ્યું છે કે, જે પણ દેશ વિરોધી નારેબાજી કરશે તેમની જગ્યા જેલમાં હશે.

ABOUT THE AUTHOR

...view details