ગુજરાત

gujarat

સરદાર પટેલની જયંતી પર ગૃહપ્રધાન અમિત શાહે અર્પણ કરી શ્રદ્ધાંજલી

By

Published : Oct 31, 2019, 8:06 AM IST

Updated : Oct 31, 2019, 9:33 AM IST

નવી દિલ્હી: 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિતે ગૃહ પ્રધાન અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરી. શાહે કહ્યું કે, સરદારના દરેક નિર્ણયમાં રાષ્ટ્રહિત મોખરે રહ્યું હતું.

અમિત શાહે શ્રદ્ધાંજલી અર્પણ કરી

ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં લોકોને સંબોધન કરી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

ગૃહ પ્રધાન બોલ્યા કે, સરદાર પટેલના દરેક નિર્ણયમાં રાષ્ટ્રહિત મોખરે રહ્યું હતું. માતૃભૂમિ પ્રત્યે તેમની અતુટ નિષ્ઠા, અદભૂત સાહસ અને સંગઠન કાર્યક્ષમતા હંમેશાં આપણે પ્રેરીત કરતા રહેશે.

એવા મહાન દૂરદર્શી નેતાને તેમની જયંતી પર કોટિ-કોટિ નમન અને સમગ્ર દેશવાસિયોને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની હાર્દિક શુભકામના.

આઝાદી બાદ 550થી વધુ રજવાડામાં દેશને વિભાજિત કરવાનું કામ અંગ્રેજોએ કર્યું હતું. સમગ્ર દેશ અને દુનિયા માનતી હતી કે, ભારતને આઝાદી તો મળી છે પરંતુ ભારત વિખેરાઈ ગયું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે એક-એક કરીને તમામ રજવાડાને દેશ સાથે જોડવાનું કાર્ય કર્યું હતું.

સરદાર પટેલે 550થી વધુ રજવાડાને એક કરી દેશને અખંડ બનાવ્યો પરંતુ એક કસર રહી ગઈ હતી જમ્મુ કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથે વિલિનિકરણ તો થયું પરંતુ કલમ 370 અને 35Aના કારણે જમ્મુ કાશ્મીર આપણા માટે સમસ્યા બની ગયું હતું.

ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું કે, 70 વર્ષમાં કોઈ પણ પાર્ટીને 370 નાબુદ કરવું યોગય ન લાગ્યું, 2019માં દેશની જનતાએ ફરી પાછા એક વખત મોદીજીને દેશના વડાપ્રધાન બનાવ્યા અને 5 ઓગસ્ટ પાર્લામેન્ટમાં 370 અને 35Aને હટાવી સરદાર સાહેબનું અધુરૂં સ્વપ્ન પૂર્ણ કરવાનું કાર્ય કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details