ગુજરાત

gujarat

આરોગ્ય અંગે અફવા પર બોલ્યા શાહ- હું સંપૂર્ણ સ્વસ્થ છું

By

Published : May 9, 2020, 7:47 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના આરોગ્યને લઇને ગત થોડા દિવસોથી અફવા ફેલાઈ રહી હતી, પરંતુ શનિવારે તેમણે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, તે સંપૂર્ણ સ્વસ્થ છે. શાહના ટ્વીટ બાદ ભાજપના ઘણા નેતાઓએ ટ્વીટ કરીની શાહના આરોગ્યની શુભેચ્છા પાઠવી છે.

ETV BHARAT
આરોગ્ય અંગે અફવા પર બોલ્યા શાહ- હું સંપૂર્ણ સ્વસ્થ છું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના આરોગ્યને લઇને એક સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું. ગત ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં અફવા ફેલાણી હતી કે, તેમનું આરોગ્ય ખરાબ છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી દીધી છે.

શાહનો સંદેશ

આ મુદ્દે અમદાવાદ પોલીસે 4 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. જેની ઓળખ ફિરોઝ ખાન, સરફરાઝ, સજ્જાદ અલી અને શિરાઝ હુસૈનના રૂપે કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, દેશ આ સમયે કોરોના જેવી વૈશ્વિક મહામારી સાથે ઝઝુમી રહ્યો છે. ગૃહ પ્રધાન થવાના કારણે તે મોડી રાત્રિ સુધી વ્યસ્ત રહે છે અને આવી વાતો પર ધ્યાન આપી શક્યા નહોતા.

વધુમાં જણાવતા કહ્યું કે, પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકોએ ગત દિવસોમાં ઘણી ચિંતા વ્યક્ત કરી, જેને હું નજર અંદાજ ન કરી શક્યો. જેથી અમિત શાહે આ મુદ્દે સ્પષ્ટતા કરી. આ ઉપરાંત તેમણે શુભચિંતકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, તેમણે અફવા ફેલાવનારાનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

સ્મૃતિ ઈરાનીનું ટ્વીટ

ગૃહ પ્રધાનના ટ્વીટના જવાબમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને શાહના સારા આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

જે.પી.નડ્ડાનું ટ્વીટ

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોઈના આરોગ્યને લઇને આ પ્રકારની અફવા ફેલાવી નિંદનીય છે. આવા કૃત્ય તેમના વિચારો દર્શાવે છે. ઈશ્વર તેમને સદબુદ્ધી આપે.

ABOUT THE AUTHOR

...view details