ગુજરાત

gujarat

પિતાને રાહે ચાલી રાજનીતિ શીખનારા અહેમદ પટેલ કોંગ્રેસના 'ચાણક્ય'

By

Published : Nov 25, 2020, 11:28 AM IST

Updated : Nov 26, 2020, 9:48 AM IST

ભરૂચ જિલ્લાના અકંલેશ્વરમાં 21 ઓગસ્ટ 1949 રોજ જન્મેલા અહેમદ પટેલ ત્રણ વાર લોકસભાના સાંસદ અને પાંચ વાર રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. અહેમદ પટેલના પિતા મોહમ્મદ ઈશકજી પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને કોંગ્રેસ નેતા પણ હતાં. અહેમદ પટેલે તેમના પિતાની રાહ પર રહી રાજનીતિ શીખી અને કોંગ્રેસના પંચાયત તાલુકાના અધ્યક્ષ બન્યા હતાં.

Ahmed Patel
Ahmed Patel

  • રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીના ચાણક્યા હતા અહેમદ પટેલ
  • 26 વર્ષની ઉંમરે બન્યા હતા સાંસદ
  • ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કામ કર્યુ

નવી દિલ્હીઃ ભરૂચ જિલ્લાના અકંલેશ્વરમાં 21 ઓગસ્ટ 1949 રોજ જન્મેલા અહેમદ પટેલ ત્રણ વાર લોકસભાના સાંસદ અને પાંચ વાર રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. અહેમદ પટેલના પિતા મોહમ્મદ ઈશકજી પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને કોંગ્રેસ નેતા પણ હતાં. અહેમદ પટેલે તેમના પિતાની રાહ પર રહી રાજનીતિ શીખી અને કોંગ્રેસના પંચાયત તાલુકાના અધ્યક્ષ બન્યા હતાં.

રાજનીતિમાં કોંગ્રેસના 'ચાણક્ય'

અહેમદ પટેલને રાજકારણમાં કોંગ્રસેના ચાણક્યના રુપમાં માનવામાં આવતા હતાં. કોંગ્રેસ તાલુકા પંચાયતના અધ્યક્ષ પદથી રાજનીતિમાં પ્રવેશ કરનારા અહેમદ પટેલ આઠ વાર સાંસદ રહી ચુક્યા છે. 1977માં ઈમરજન્સીનો સામનો કરી તેને માત આપી 26 વર્ષની વયે લોકસભા પહોંચ્યા અને રાજકારણમાં પાછળ વળી જોયું નહીં. માત્ર આટલું જ નહી અહેમદે ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કામ કર્યુ છે અને તેમના નજીકના વ્યક્તિ અને વિશ્વાસપાત્ર રહ્યાં હતાં.

કોંગ્રેસના સંકટ મોચક નેતા

અહેમદ પટેલ દેશની સૌથી જુના પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર હતા. ગાંધી પરિવાર સાથે સાથે તેમને કોંગ્રેસના સંકટ મોચક નેતા કહેવાતાં હતાં. એવું કહેવામાં આવે છે કે અહેમદ પટેલને કારણે સોનિયા ગાંધી પોતાને ભારતીય રાજકારણમાં સ્થાપિત કરી શક્યા છે.

26 વર્ષની ઉંમરે બન્યા હતા સાંસદ

કટોકટીને કારણે 1977 ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ સામ-સામે પડી ગઈ હતી અને ગુજરાતે તેની કેટલીક વિશ્વસનીયતા બચાવી હતી ત્યારે સંસદમાં પહોંચેલા કેટલાક નેતામાંના એક અહેમદ પટેલ પણ હતા. અહેમદ પટેલ 26 વર્ષની ઉંમરે ભરૂચથી લોકસભાની ચૂંટણી જીતીને 1977 માં સૌથી યુવા સંસદસભ્ય બન્યા. તેમની જીતથી ઇન્દિરા ગાંધી સહિતના તમામ રાજકીય પંડિતોને આશ્ચર્ય થયું હતું. આ પછી 1980 અને 1984 માં ભરૂચ બેઠક જીતીને સાંસદ પહોંચ્યા હતા.

Last Updated : Nov 26, 2020, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details