ગુજરાત

gujarat

ઉત્તરાખંડ: લોજિસ્ટિક્સ પુરવઠો લઇને LAC માટે રવાના થયા સેનાના વાહનો

By

Published : Jul 20, 2020, 4:24 PM IST

પૂર્વી લદ્દાખમાં ભારત-ચીનના વિવાદને કારણે ભારતીય સેનાના વાહનોનો કાફલો મનાલી-લેહ માર્ગ દ્વારા સમુદ્ર સપાટીથી 13,000 ફૂટની ઉંચાઇ પર રોહતાંગ પાસથી લોજિસ્ટિક્સ પુરવઠો લઈ જતા LAC તરફ રવાના થઈ રહ્યો છે.

સેના
સેના

દહેરાદૂન: ભારતીય આર્મીના હજારો વાહનો દર વર્ષે મનાલી-લેહ રોડ પરથી કારગિલ માટે માલ લઈ જતા હોય છે. આ દિવસોમાં પણ મનાલી-લેહ રોડથી ગુલાબા રોહતાંગ થઈને આવો જ નજારો જોવા મળી રહ્યો છે.

રવિવારે પણ પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન વિવાદને કારણે ભારતીય સૈન્યનો કાફલો મનાલી-લેહ માર્ગ થઈને સમુદ્ર સપાટીથી 13,000 ફૂટની ઉંચાઇએ રોહતાંગ પાસ પસાર કર્યું હતું. કાફલો પૂર્વ લદ્દાખમાં જમ્મુ અને કાશ્મીર થઈને પૂર્વી લદાખ એલએસી જવા રવાના થઈ રહ્યો છે.

15 જૂને થયેલા ભારતીય સેના પર ચીની સેના દ્વારા થયેલા હુમલાથી 20 જવાનો શહીદ થયા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતી જોવા મળી હતી.

વળી, આ ઘટના પછી, બંને વચ્ચેની વાતચીત દ્વારા વિવાદને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધન કરતાં કહ્યું કે ભારત પાસે કોઈ પણ સંજોગોમાં જવાબ આપવાની શક્તિ છે અને જ્યારે સમય આવશે ત્યારે ચીનને જવાબ આપવામાં આવશે. તેમજ વિવાદને કારણે કેન્દ્ર સરકારે 59 ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો.

આ દરમિયાન 3 જૂલાઇે વડાપ્રધાને લેહની મૂલાકાત પણ કરી હતી. અને ત્યારબાદ શુક્રવારે સંરક્ષણ પ્રધાનરાજનાથ સિંહે પણ લેહ તેમજ કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે હતા.

ABOUT THE AUTHOR

...view details