ગુજરાત

gujarat

રાજસ્થાનમાં એક સેમિનારમાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આપી હાજરી, કહ્યું- પ્રધાનથી લઈ મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છે

By

Published : Sep 14, 2021, 11:39 AM IST

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) એક સેમિનારને સંબોધવા ગયા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યથી લઈ પ્રધાન અને મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છે. ગડકરીએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, મને જે મળ્યું છે. તેનાથી હું સંતુષ્ટ છું.

રાજસ્થાનમાં એક સેમિનારમાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આપી હાજરી, કહ્યું- પ્રધાનથી લઈ મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છે
રાજસ્થાનમાં એક સેમિનારમાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આપી હાજરી, કહ્યું- પ્રધાનથી લઈ મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છે

  • કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ રાજસ્થાનના એક કાર્યક્રમમાં આપી હાજરી
  • ધારાસભ્યથી લઈ પ્રધાન અને મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છેઃ ગડકરીી
  • સામાજિક અને આર્થિક પરિવર્તન કરીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છેઃ ગડકરી

જયપુરઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ધારાસભ્યથી લઈને પ્રધાન અને મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છે. ધારાસભ્યની આ વાતથી હું દુઃખી છું કે, પ્રધાન ન બની શક્યા તો પ્રધાનો તેના માટે દુઃખી છે કે, તેમને સોરા વિભાગ ન મળ્યો કે મુખ્યપ્રધાન ન બની શક્યા. તો મુખ્યપ્રધાન પોતાની ખુરશી બચાવી રાખવાના સંઘર્ષમાં દુઃખી છે, પરંતુ દુઃખનું સમાધાન તમારા મનમાં છે. આ માટે જે છે. તેમાં ખુશ રહો.

આ પણ વાંચો-રાજનાથસિંહ અને નીતિન ગડકરીને લઇને પ્લેનનું નેશનલ હાઈવે પર ઇમર્જન્સી લેન્ડિંગ કેમ?

ગડકરીએ સેમિનારમાં હાસ્ય કવિ શરદ જોશીની એક કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો

રાજસ્થાન વિધાનસભામાં લોકતાંત્રિક પ્રણાલી અને જન અપેક્ષા છે. સેમિનારને સંબોધિત કરતા ગડકરીએ એ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, આ વાત રાજ્ય વિશેષને બદલે પોતાના જીવનના અનુભવના આધાર પર કહી છે. આ પણ કહ્યું કે, જ્યારે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ત્યારે પણ તેમને કોઈ પણ એવો વ્યક્તિ કે જનપ્રતિનિધિ ન મળ્યો, જે દુઃખી ન હોય. ગડકરીએ તે દરમિયાન હાસ્ય કવિ શરદ જોશીની એક કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો-પેટ્રોલના ભાવને લઈને નિતીન ગડકરીએ આપ્યું મોટુ નિવેદન

મને જે મળ્યું તેટલામાં હું સંતુષ્ટ છુંઃ ગડકરી

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ કવિ શરદ જોશીની કવિતામાં કહ્યું હતું કે, જે રાજ્યનું કામ નહતું. તેને દિલ્હી મોકલી દેવાયું. જે દિલ્હીનું કામ નહતું. તેમને રાજ્યપાલ બનાવી દેવાયા અને જે રાજ્યપાલ ન બની શક્યા. તેમને એમ્બેસેડર બનાવી દેવાયા. ગડકરીએ કહ્યું હતું કે, જીવનમાં હંમેશા ખુશ રહું છે. લોકો પૂછે છે તો કહું છું કે, મને જે મળ્યું છે. તેટલામાં હું સંતુષ્ટ છું અને તેને માણું છું. દુઃખી એ રહે છે, જે ભવિષ્યની ચિંતામાં તેનો વર્તમાન સમય ભૂલી જાય છે.

રાજનીતિમાં મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ ન હોવો જોઈએઃ ગડકરી

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા દેશનું લોકતંત્ર ચાર સ્તંભ પર ઉભું છે, જેમાંથી ચોથો સ્તંભ સંસદીય લોકતંત્રનો છે અને તે મજબૂત છે તો લોકતંત્ર પણ મજબૂત રહેશે. ગડકરીએ કહ્યું હતું કે, રાજનીતિ સામાજિક તે આર્થિક પરિવર્તનનો ઉપક્રમ છે. લોકતંત્રના માધ્યમથી તેના માધ્યમથી સમાજમાં છેલ્લા ક્રમે ઉભેલા વ્યક્તિને સમૃદ્ધ બનાવવા અને તેના જીવનમાં સુધાર કરવો લોકતંત્રનો સાચો ઉદ્દેશ છે. આ રાજનીતિનો ઉદ્દેશ પણ હોવો જોઈએ, પરંતુ દુર્ભાગ્ય છે કે, આજકાલ રાજનીતિનો અર્થ માત્ર સત્તાકારક સમજે છે. રાજનીતિમાં મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ ન હોવો જોઈએ. એક વિચારધારાને બીજી વિચારધારા દ્વારા સન્માન કરવું એ જ લોકતંત્રની આત્મા છે.

યુક્તિઓ, વલણો, વર્તણૂકો પર લોકશાહીનું ભવિષ્ય

કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, આપણી યુક્તિઓ, વલણ, વર્તણુક અને ચરિત્ર કેવું છે. તે બધું લોકતંત્રનું ભવિષ્ય નક્કી કરે છે. આપણે જેટલા સારા હોઈએ લોકતંત્ર એટલું જ મજબૂત અને સારું હશે. આ માટે જરૂરી છે કે, આપણે પોતાની વિચારધારા પ્રત્યે નિષ્ઠાવાન રહીએ. કારણ કે, તેના આધારે સામાજિક અને આર્થિક પરિવર્તન કરીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે.

કેન્દ્ર અને રાજ્યનું કામ સંવિધાનમાં સ્પષ્ટ

નીતિન ગડકરીએ એ પણ કહ્યું હતું કે, આપણા સંવિધાનમાં એ બધું સ્પષ્ટ છે કે, કયું કામ રાજ્ય કરશે અને કયું કેન્દ્ર. આ સાથે જ કયા કામ એવા છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કરશે. રાજ્ય જે કામ કરે છે. તે રાજ્યની યાદીમાં સામેલ હોય છે અને કેન્દ્ર તરફથી કરાતા કામ કેન્દ્રની યાદીમાં સામેલ હોય છે. ગડકરીએ કહ્યું હતું કે, સંવિધાન નિર્માતાઓએ સંવિધાનમાં આ વખતે બધું સ્પષ્ટ કર્યું છે અને આમાં કોઈ પણ મૂંઝવણ ન હોવી જોઈએ. ઉલટાનું આ વાત નીતિન ગડકરીએ વિધાનસભા અધ્યક્ષ સી. પી. જોશી તરફથી એક પ્રશ્ન પૂછવા પર કહી હતી.

રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ ડો. સી. પી. જોશીએ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીના કર્યા વખાણ

કાર્યક્રમ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ ડો. સી. પી. જોશીએ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીના કામના ઘણા વખાણ કર્યા હતા. આ સાથે જ અનેક ઉદાહરણ આપ્યા હતા. જોશીએ કહ્યું હતું કે, નીતિન ગડકરી તેવા પ્રધાનોમાંથી એક છે, જેમણે જીપીએસ સિવાય રિસોર્સીઝનું મોબિલાઈઝેશન કર્યું છે, જેના કારણે દેશમાં તેજ ગતિથી રોડ સેક્ટરનું કામ થઈ રહ્યું છે.

તેમણે પંચાયત રાજ ચૂંટણીમાં થઈ રહેલા મોટા ખર્ચ તરફથી પણ ધ્યાન અપાવ્યું. આ સાથે જ કહ્યું હતું કે, જે રીતે આ નાની ચૂંટણીમાં ધનનો વેડફાટ થઈ રહ્યો છે તેને રોકવો જરૂરી છે. કારણ કે, જેટલા વોટ પર્સન્ટ આ ચૂંટણીમાં રહે છે. તેનાથી ઓછું વિધાનસભા અને તેનાથી પણ ઓછું લોકસભાની ચૂંટણીમાં રહે છે. તેવામાં આની પર ધ્યાન આપવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details