ગુજરાત

gujarat

Messi Jersey to PM Modi: PM મોદીને સ્ટાર ફૂટબોલર મેસ્સીની ટી-શર્ટ ભેટમાં મળી

By

Published : Feb 6, 2023, 7:41 PM IST

બેંગલુરુમાં યોજાયેલ ઈન્ડિયા એનર્જી વીકના અવસર પર આર્જેન્ટીનાના YPF પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટાર ફૂટબોલર મેસ્સીની જર્સી ભેટ કરી છે. આ પહેલા આર્જેન્ટિનાના પ્રધાને ભારતના વિદેશપ્રધાનને મેસ્સીની જર્સી ભેટમાં આપી હતી.

PM મોદીને સ્ટાર ફૂટબોલર મેસ્સીની ટી-શર્ટ ભેટમાં મળી
PM મોદીને સ્ટાર ફૂટબોલર મેસ્સીની ટી-શર્ટ ભેટમાં મળી

બેંગલુરુ: બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્જેન્ટિનાના YPF પ્રમુખ પાબ્લો ગોન્ઝાલેઝ હાજર રહ્યા હતા. આર્જેન્ટિનાના YPF પ્રમુખ પાબ્લો ગોન્ઝાલેઝે PM મોદીને લિયોનેલ મેસીની ફૂટબોલ જર્સી ભેટમાં આપી.

ઈન્ડિયા એનર્જી વીક-2023નું ઉદ્ઘાટન: PM મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક-2023નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ બેંગલુરુમાં ગ્રીન મોબિલિટી રેલીને લીલી ઝંડી બતાવી હતી. જેમાં PM મોદીએ વૈશ્વિક રોકાણકારોને દેશના ઉર્જા ક્ષેત્રમાં રોકાણની તકોનો લાભ લેવા આહ્વાન કર્યું હતું. PM મોદીએ તેમના સંબોધનમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય ઉત્સર્જન લક્ષ્યને હાંસલ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

દેશના ઉર્જા ક્ષેત્રમાં રોકાણની તકોનો લાભ લેવા આહ્વાન: કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, 'બેંગલુરુ ટેક્નોલોજી, ટેલેન્ટ અને ઈનોવેશનની ઉર્જાથી ભરેલું શહેર છે. હું તમને ભારતના ઉર્જા ક્ષેત્રમાં તમામ તકોનો લાભ લેવાનું કહી રહ્યો છું. ભારત આજે રોકાણ માટે સૌથી યોગ્ય સ્થળ છે. ઈન્ડિયા એનર્જી વીકમાં વિવિધ દેશોના ઘણા પ્રધાનો, કોર્પોરેટ નેતાઓ અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.

PM Modi On Earthquake in Turkey: ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં રાહત મોકલશે ભારત - PM મોદી

ભારતના વિદેશપ્રધાનને મેસ્સીની જર્સી ભેટમાં આપી:તાજેતરમાં જ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે આર્જેન્ટિનાના સાયન્સ-ટેક્નોલોજી અને ઇનોવેશન પ્રધાન ડેનિયલ ફિલ્મ્સ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ આર્જેન્ટિનાના પ્રધાને ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીની જર્સી જયશંકરને ભેટમાં આપી હતી.

Lata Mangeshkar Death Anniversary : લતા મંગેશકરની આજે પ્રથમ પુણ્યતિથિ, સ્મારકનું આજે થયું ભૂમિપૂજન

આર્જેન્ટિનાની ટીમે ત્રીજી વખત ફીફા વર્લ્ડ કપ જીત્યો: તમને જણાવી દઈએ કે 2022માં આર્જેન્ટિનાની ટીમે ત્રીજી વખત ફીફા વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલ મેચમાં મેસ્સીના બે ગોલ અને એન્જલ ડી મારિયાના એક ગોલની મદદથી આર્જેન્ટિનાએ મેચ બરાબરી કરી હતી. જ્યારે ફ્રાન્સ માટે ત્રણેય ગોલ કિલિયન એમ્બાપેએ કર્યા હતા. વધારાના સમય સુધી મેચ 3-3 થી બરાબર રહી હતી. આ પછી આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફ્રાન્સ માટે, એમ્બાપ્પે ટુર્નામેન્ટમાં 8 ગોલ કરીને ગોલ્ડન બૂટ જીત્યો હતો.

ABOUT THE AUTHOR

...view details