ગુજરાત

gujarat

કતારમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ- વિદેશ મંત્રાલય

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 8:43 PM IST

વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે જણાવ્યું હતું કે ગયા મહિને કતારની અદાલત દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે મંગળવારે દોહામાં ભારતીય દૂતાવાસને અટકાયતમાં લેવાયેલા ભારતીયોને બીજી કોન્સ્યુલર એક્સેસ મળી છે અને નવી દિલ્હી તેમને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સપોર્ટ આપવાનું ચાલુ રાખશે. External Affairs Ministry, Spokesperson Arindam Bagchi

APPEAL FILED AGAINST DEATH SENTENCE TO EIGHT FORMER INDIAN NAVY PERSONNEL IN QATAR EXTERNAL AFFAIRS MINISTRY
APPEAL FILED AGAINST DEATH SENTENCE TO EIGHT FORMER INDIAN NAVY PERSONNEL IN QATAR EXTERNAL AFFAIRS MINISTRY

નવી દિલ્હી:ગયા મહિને કતારની અદાલત દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે દોહામાં ભારતીય દૂતાવાસને મંગળવારે ફરી એકવાર અટકાયતમાં લેવાયેલા ભારતીયોને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો હતો અને ભારત તેમને તમામ કાયદાકીય અને રાજદ્વારી સહાયતા આપવાનું ચાલુ (External Affairs Ministry, Spokesperson Arindam Bagchi) રાખશે.

કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ:26 ઓક્ટોબરે કતારની 'કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ'એ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે આ નિર્ણયને અત્યંત આઘાતજનક ગણાવ્યો અને કહ્યું કે આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. બાગચીએ સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે 'કેસમાં અપીલ પહેલાથી જ દાખલ કરવામાં આવી છે.' ખાનગી કંપની 'અલ દહરા' સાથે કામ કરતા આ ભારતીય નાગરિકોની ગયા વર્ષે ઓગસ્ટમાં કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

કતાર કે ભારતીય સત્તાવાળાઓ દ્વારા ભારતીય નાગરિકો પરના આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. કતારની કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા, વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે તે આ બાબતને અત્યંત મહત્વ આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ સામે 25 માર્ચે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કતારના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.

  1. palestinian ambassador to india adnan abu alhaija: આશા છે કે ભારત હસ્તક્ષેપ કરશે, પેલેસ્ટાઇનમાં બાળકો અને નાગરિકોની હત્યાની નિંદા કરશે: પેલેસ્ટિનિયન રાજદૂત
  2. Israel-Hamas War: ઈઝરાયલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો થયો, યુદ્ધ હજુ વધુ ભયાવહ થઈ શકે છે !!!

TAGGED:

ABOUT THE AUTHOR

...view details