ગુજરાત

gujarat

Lok Sabha Elections 2024 : અમિત શાહે લોકસભા ચૂંટણી માટે તેલંગણા ભાજપને આપ્યો ટાર્ગેટ, ચેતવણી પણ આપી

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 9:36 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ગુરુવારે તેલંગાણાની મુલાકાત લીધી હતી. તેમણે હૈદરાબાદમાં ભાજપની રાજ્યવ્યાપી બેઠકમાં લોકસભા ચૂંટણી 2024માં કેટલી બેઠકો જીતવા લક્ષ્ય આપ્યું તે જાણો.

Lok Sabha Elections 2024 : અમિત શાહે લોકસભા ચૂંટણી માટે તેલંગણા ભાજપને આપ્યો ટાર્ગેટ, ચેતવણી પણ આપી
Lok Sabha Elections 2024 : અમિત શાહે લોકસભા ચૂંટણી માટે તેલંગણા ભાજપને આપ્યો ટાર્ગેટ, ચેતવણી પણ આપી

હૈદરાબાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેલંગાણાના ભાજપના નેતાઓની બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે પરસ્પર મતભેદો ભૂલીને લોકસભા ચૂંટણી માટે તૈયાર થવા સૂચના આપી હતી. તેમણે 10થી વધુ લોકસભા બેઠકો જીતવાના લક્ષ્ય તરફ કામ કરવા હાકલ કરી હતી. શાહે ચારમિનાર પાસે આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી.

વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર અસંતોષ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે અહીં પહોંચ્યા હતાં. આ ક્રમમાં તેમણે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો મતભેદોને કારણે અપેક્ષા મુજબ આવ્યાં નથી. તેમણે પક્ષના નેતાઓને ચેતવણી આપી અને આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષની જીત માટે સંકલન સાથે આગળ વધવા અને કામ કરવા નિર્દેશ આપ્યો.

હવે 64 કે 95 બેઠકો મળવાનો અંદાજ : અમિત શાહે જોકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો દરેક ભાજપ કાર્યકર્તા સખત મહેનત કરશે તો આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ 400થી વધુ બેઠકો જીતી લેશે. તેમણે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે છેલ્લી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ બેઠક જીતી હતી અને આ ચૂંટણીમાં તેમને 8 બેઠકો મળી છે. તેમનો અંદાજ છે કે તેઓ 2028માં તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવશે અને તેમને 64 કે 95 બેઠકો મળી શકે છે.

10 બેઠક જીતવાનું લક્ષ્યાંક

10થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય : રંગારેડ્ડી જિલ્લાના ઈબ્રાહિમપટ્ટનમના કોંગારા કલાન વિસ્તારમાં શ્લોકા કોન્વોકેશનમાં ભાજપની રાજ્યવ્યાપી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંડળ પ્રમુખથી લઈને રાષ્ટ્રીયસ્તરના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે પાર્ટીના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં 25 ટકાથી વધુ મતો અને 10થી વધુ લોકસભા બેઠકો જીતવાના લક્ષ્ય તરફ કામ કરવા હાકલ કરી હતી.

સર્વેના આધારે ટિકિટ અપાશે : અહીં તેમણે કહ્યું કે દરેક કાર્યકર એવી રીતે કામ કરવા માંગે છે કે જાણે પાર્ટી મારી હોય. આ પહેલા અમિત શાહે નોવાટેલ હોટલમાં પાર્ટીના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આગામી ચૂંટણીને લઈને માર્ગદર્શિકા આપી હતી.ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થવું જોઈએ. વિધાનસભાની ચૂંટણી દુઃખદ હતી અને 30 બેઠકોની અપેક્ષા સામે માત્ર 8 બેઠકો જીતી શકી હતી. આ જોતાં આગામી સંસદીય ચૂંટણીમાં અમારે વધુ બેઠકો જીતવા માટે સખત મહેનત કરવી પડશે. અમિત શાહે કહ્યું કે સાંસદની બેઠકો વર્તમાન સાંસદોને ફાળવવામાં આવશે અને અન્ય બેઠકો પર સર્વેના આધારે વિજેતાને ટિકિટ આપવામાં આવશે.

ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર પાસે આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન કેન્દ્રીયપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના તેલંગાણા એકમના અધ્યક્ષ જી કિશન રેડ્ડી પણ અમિત શાહ સાથે હાજર હતા.

લોકસભા ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત : અમિત શાહની મુલાકાત દરમિયાન ચારમિનારની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ભાજપના ટોચના નેતાઓએ લોકસભા ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે જ અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાર્ટીના નેતાઓને માર્ગદર્શન આપવા માટે બપોરે એક વિશેષ ફ્લાઇટ દ્વારા હૈદરાબાદ પહોંચ્યા હતા. શમશાબાદ એરપોર્ટ પર બાંદી સંજય અને એટેલા રાજેન્દ્ર સાથે પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીએ તેમનું સ્વાગત કર્યું હતું.

  1. તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામે ભાજપ માટે દક્ષિણના દ્વારા બંધ કરી દીધા- કોંગ્રેસ પાર્ટી
  2. Masarat Alam faction : સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર 'મસરત આલમ જૂથ' પર પ્રતિબંધ મૂક્યો

ABOUT THE AUTHOR

...view details