ગુજરાત

gujarat

કાશ્મીરમાં અક્ષય કુમાર, BSF જવાનો સાથે કર્યો ભાંગડા ડાન્સ અને રમ્યા વોલીબોલ

By

Published : Jun 17, 2021, 7:21 PM IST

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજે ગુરુવારે કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ના જવાનો સાથે ભાંગડા ડાન્સ કર્યો હતો અને વોલીબોલ રમ્યા હતા. આ સિવાય તેમણે કાશ્મીરના બાંદીપુરા ગામની એક શાળાના નિર્માણકાર્ય માટે રૂપિયા 1 કરોડનું દાન પણ આપ્યું હતું.

કાશ્મીરમાં અક્ષય કુમાર
કાશ્મીરમાં અક્ષય કુમાર

  • બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પહોંચ્યા કાશ્મીર
  • ગુરેઝ સેક્ટરમાં BSF જવાનો સાથે કર્યો ભાંગડા ડાન્સ
  • જવાનો સાથે વોલીબોલ રમતા પણ નજરે પડ્યા

ન્યૂઝ ડેસ્ક : ભારતીય સેના પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવતા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ફરી એક વખત સેનાના જવાનો સાથે જોવા મળ્યા છે. આજે ગુરૂવારે તેઓ કાશ્મીરના બાંદીપુર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુરેઝ સેક્ટરમાં કંટ્રોલ લાઈન નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો સાથે ભાંગડા ડાન્સ કર્યો હતો. BSF કાશ્મીર દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં અક્ષય કુમાર તેમજ BSFના જવાનો ભાંગડા ડાન્સ કરતા હોવાનું જણાઈ રહ્યું છે.

કાશ્મીરમાં અક્ષય કુમાર

અહીં આવવું હંમેશા નમ્રતાનો અનુભવ કરાવે છે - અક્ષય કુમાર

અક્ષય કુમારે ગુરૂવારના રોજ BSFના જવાનો સાથેની મુલાકાત અંગે ટ્વિટ કરીને પોતાના ચાહકોને માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, " સરહદની સુરક્ષા કરતા બહાદુર જવાનો સાથે યાદગાર દિવસ વિતાવ્યો, અહીં આવવું હંમેશા નમ્રતાનો અનુભવ કરાવે છે. સાચા હિરોઝને મળીને મારુ હ્રદય માનથી ભરાઈ ગયું છે." તેમના ફોટોઝ અને વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સિવાય તેઓ સૈન્ય જવાનો સાથે વોલીબોલ રમતા પણ નજરે પડ્યા હતા.

શાળાના નિર્માણકાર્ય માટે આપ્યું રૂપિયા 1 કરોડનું દાન

કાશ્મીર મુલાકાત દરમિયાન અક્ષય કુમારે કાશ્મીરના બાંદીપુર જિલ્લામાં આવેલા નીરૂ ગામમાં એક શાળાના નિર્માણકાર્ય માટે રૂપિયા 1 કરોડનું દાન પણ આપ્યું હતું. આ પ્રથમ વખત નથી કે, બોલીવુડ અભિનેતાએ કોઈ શાળાના નિર્માણકાર્ય માટે દાન આપ્યું હોય. આ અગાઉ પણ તેઓ વિવિધ સારા કામો માટે દાન આપતા નજરે પડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details