ગુજરાત

gujarat

AIIMS દિલ્હીના સર્વર પર ચીની હેકરોએ હુમલો કર્યો, પાંચ સર્વરોમાંથી ડેટા રીકવર

By

Published : Dec 14, 2022, 5:42 PM IST

દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (All India Institute of Medical Sciences) ના કોમ્પ્યૂટર સર્વર પર ચીની હેકરોએ હુમલો કર્યો (AIIMS Delhi server attack originated from China) હતો. એઇમ્સ દિલ્હીએ પહેલીવાર 23 નવેમ્બરે પોતાના સર્વરમાં ખરાબીની (AIIMS Server failure )જાણકારી આપી હતી. સર્વર સંભાળી રહેલા બે વિશેષજ્ઞને પણ સાયબર સુરક્ષામાં કથિત ઉલ્લંઘન (Breach of cyber security ) માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

AIIMS દિલ્હીના સર્વર પર ચીની હેકરોએ હુમલો કર્યો, પાંચ સર્વરોમાંથી ડેટા રીકવર
AIIMS દિલ્હીના સર્વર પર ચીની હેકરોએ હુમલો કર્યો, પાંચ સર્વરોમાંથી ડેટા રીકવર

નવી દિલ્હી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (All India Institute of Medical Sciences) ના કોમ્પ્યૂટર સર્વર પર ચીની હેકરોએ હુમલો કર્યો (AIIMS Delhi server attack originated from China)હતો. એએનઆઈ સમાચાર સંસ્થાના વરિષ્ઠ અધિકારીના હવાલે જણાવવામાં આવ્યું હતું કે પાંચ સર્વરનો ડેટા સફળતાપૂર્વક રીકવર (Data from 5 servers safely recover )કરી લેવાયો છે. 23 નવેમ્બરથી હોસ્પિટલમાં ઓનલાઇન સેવાઓને અસર થઇ હતી.

આ પણ વાંચો AIIMSમાં છે ફેકલ્ટીની જગ્યાઓ, જાણો શું છે તેની લાયકાત અને પગાર

પાંચ સર્વરોમાંથી ડેટા રીકવર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના (MoHFW) સૂત્રોએ કહ્યું હતું કે AIIMS દિલ્હીના સર્વર પર ચીની હેકરો દ્વારા હુમલો (AIIMS Delhi server attack originated from China)કરવામાં આવ્યો હતો. 100 સર્વરોમાંથી ( 40 ફિઝિકલ અને 60 વર્ચ્યુઅલ ) 5 ફિઝિકલ સર્વરમાં હેકરોએ ઘૂસપેઠ કરી હતી. હજુ વધુ નુકસાન થઇ શકતું હતું પરંતુ સમયસર ક્ષતિ પર કાબૂ કરી લેવામાં આવ્યો હતો. પાંચ સર્વરના ડેટાનો પણ સફળતાપૂર્વક રીકવર (Data from 5 servers safely recover )કરી લેવામાં આવ્યો છે.

બે વિશેષજ્ઞને સસ્પેન્ડ કરાયા એઇમ્સ દિલ્હીએ પહેલીવાર 23 નવેમ્બરે પોતાના સર્વરમાં ખરાબીની જાણકારી આપી હતી. સર્વર સંભાળી રહેલા બે વિશેષજ્ઞને પણ સાયબર સુરક્ષામાં કથિત ઉલ્લંઘન માટે સસ્પેન્ડ (Breach of cyber security ) કરી દેવાયા હતાં. એઇમ્સના અધિકારીઓએ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું કે ઈ-હોસ્પિટલ બહાર કરી દેવામાં આવી છે. સેવાઓ બહાર કરવા પહેલાં નેટવર્કને સાફ કરવામાં આવી રહ્યું છે. ડેટાનું પ્રમાણ અને હોસ્પિટલ સેવાઓ માટે સર્વર-કોમ્પ્યૂટરની મોટી સંખ્યાના કારણે આ પ્રક્રિયામાં કેટલોક સમય લાગી રહ્યો છે.

તપાસમાં સેન્ટ્રલ ફોરેન્સિક લેબની ટીમ કામે લાગી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'બધી હોસ્પિટલ સેવાઓ જેમાં આઉટ પેશન્ટ, ઇન પેશન્ટ, લેબોરેટરીઓ વગેરે સમાવિષ્ટ છે તે મેન્યુઅલ મોડ પર ચાલી રહી છે.' આ મહિનાની શરુઆતમાં દિલ્હી પોલીસના (Delhi Police ) એક વિભાગે એઇમ્સ દિલ્હીમાં કોમ્પ્યૂટર સીસ્ટમ પર હુમલાની (AIIMS Delhi server attack originated from China) તપાસ શરુ કરી હતી. આધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર મલવેર હુમલાના સ્ત્રોતની ઓળખ કરવા માટે એઇમ્સ દિલ્હીના પ્રભાવિત સર્વરની તપાસ માટે સેન્ટ્રલ ફોરેન્સિક લેબ ( Central Forensic Lab ) ની ટીમને કામે લગાડવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details