ગુજરાત

gujarat

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ AAPએ BJPને આપ્યા અભિનંદન, કહ્યું- આશા છે કે BJP તેના વચનો પર ખરી ઉતરશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 3:42 PM IST

આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને ત્રણ રાજ્યોમાં મળેલી ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત, AAP તરફથી કહેવામાં આવ્યું છે કે આશા છે કે ભાજપ તેના વચનો પર ખરી ઉતરશે.

AAPએ BJPને આપ્યા અભિનંદન
AAPએ BJPને આપ્યા અભિનંદન

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મળેલી ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પાર્ટીએ એક નિવેદન બહાર પાડીને ત્રણ રાજ્યોમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "આશા છે કે ભાજપ તેના વચનો પર ખરા ઉતરશે. આમ આદમી પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને તેલંગાણામાં તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભાજપ તેના વચનો પુરા કરશે:પાર્ટી તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમને સંપૂર્ણ આશા છે કે ભાજપ તેના વચનને પૂર્ણ કરશે અને 'મુખ્યમંત્રી લાડલી બહેના આવાસ યોજના' હેઠળ ઘર આપશે. અમે એ પણ આશા રાખીએ છીએ કે વચન મુજબ ભાજપ 450 રૂપિયામાં LPG આપશે. અમારી માંગ છે કે સમગ્ર દેશમાં સસ્તો એલપીજી ઉપલબ્ધ કરાવવો જોઈએ. તે માત્ર ત્રણ રાજ્યો પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ.

INDIAની બેઠકમાં આગળની રણનીતિ તૈયાર થશે:આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ ચૂંટણી લોકસભા માટે દેશના મૂડને પ્રતિબિંબિત કરતી નથી. કારણ કે 2018માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો વિજય થયો હતો પરંતુ 2019ની લોકસભામાં ભાજપનો વિજય થયો હતો. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે 6 ડિસેમ્બરે દિલ્હીમાં I.N.D.I.A ગઠબંધનની બેઠક થશે. આ બેઠકમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

INDIA ગઠબંધનને ફટકો:કોંગ્રેસ પાર્ટી આ ગઠબંધનની આગેવાની કરી રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. આ માત્ર કોંગ્રેસ માટે જ નહીં પરંતુ સમગ્ર ગઠબંધન માટે મોટો ફટકો છે. આ વિધાનસભા ચૂંટણીમાં મળેલી મોટી જીતે ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી માટે મજબૂત બનાવી છે.

  1. સંસદનું શિયાળું સત્રઃ પાક જેલમાં કેદ ગુજરાતી માછીમારો માટે શક્તિસિંહ ગોહિલની 4 મુખ્ય માંગ
  2. સંસદનું શિયાળું સત્ર 2023: PM મોદીએ કહ્યું, સરકાર વિરોધી કોઈ લહેર નહીં, વિપક્ષ પાસે એક સુવર્ણ અવસર

ABOUT THE AUTHOR

...view details