ગુજરાત

gujarat

અરવિંદ કેજરીવાલ હરિદ્વારની મુલાકાતે, ભાજપના વરિષ્ઠ નેતાઓ AAPમાં જોડાઈ શકે છે!

By

Published : Nov 21, 2021, 8:34 AM IST

અરવિંદ કેજરીવાલ હરિદ્વારની મુલાકાતે, ભાજપના વરિષ્ઠ નેતાઓ AAPમાં જોડાઈ શકે છે!

આમ આદમી પાર્ટી(AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Delhi Chief Minister Arvind Kejriwal) આજે હરિદ્વારના પ્રવાસે(trip to Haridwar) છે. જ્યાં તેઓ રોડ શો કરીશે અને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક(Meeting with party leaders and activists) પણ કરશે. તેમજ એવું પણ જાણવાં મળી રહ્યું છે કે, ભાજપના કેટલાક નેતાઓ AAPમાં જોડાઈ શકે છે(BJP leaders may join AAP).

  • ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે
  • કેટલીક મોટી જાહેરાતો પણ કરી શકે છે
  • અરવિંદ કેજરીવાલ હરિદ્વારના પ્રવાસે

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી(Uttarakhand Assembly Election) નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય પારો પણ વધી રહ્યો છે. રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં પોતાની મજબૂત પકડ બનાવવાં માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટી(AAM ADAMI PARTY)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ( Chief Minister Arvind Kejriwal) પણ હરિદ્વાર પહોંચી રહ્યા છે. આ પ્રવાસમાં કેજરીવાલ કેટલીક મોટી જાહેરાતો(Kejriwal could make a big announcement) પણ કરી શકે છે.

ભાજપના નેતાઓ AAPમાં જોડાઈ શકે છે

કેજરીવાલ આજે હરિદ્વારના પ્રવાસે છે ત્યારે ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ સામેલ થઇ શકે છે તેવી સંભાવનાઓ પણ સેવાઇ રહી છે. ઓપી મિશ્રાએ કહ્યું કે, કેજરીવાલ પહેલા જૌલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ હરિદ્વારની રેડિસન બ્લુ હોટેલમાં ઓટો ઓપરેટરો સાથે વાતચીત કરશે. તેમજ રેડિસન બ્લુમાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે હરિદ્વારના પરશુરામ ચોકથી રોડ શો શરૂની કરશે શરુઆત અને હરિદ્વારના શંકર આશ્રમ ખાતે પૂર્ણ કરશે. કેજરીવાલની હાજરીમાં લગભગ 4 વાગ્યે પાર્ટીમાં બીજેપી અને અન્ય પાર્ટીઓના નેતાઓને સામેલ કરશે.

મફત વીજળીની જાહેરાત કરવામાં આવી હતી

પહેલીવાર જ્યારે અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રવાસ પર ઉત્તરાખંડ આવ્યા ત્યારે તેમણે રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સત્તામાં આવ્યા પછી, AAP સરકાર રાજ્યના લોકોને 300 યુનિટ વીજળી મફત આપશે, તે પણ 24 કલાક માટે આ ઉપરાંત ખેડૂતોને મફત વીજળી પણ મળશે.

આ પણ વાંચો : ગેહલોત કેબિનેટના તમામ પ્રધાનોના રાજીનામા, આવતીકાલે 2 વાગ્યે મળનારી બેઠક પર સૌની નજર

આ પણ વાંચો : બહેન પ્રિયંકા ગાંધીના રસ્તે BJP MP વરુણ ગાંધી, PM મોદીને પત્ર લખીને કરી આ માંગ

ABOUT THE AUTHOR

...view details