Cabinet reorganization in Rajasthan: ગેહલોતની નવી ટીમ થશે તૈયાર, આજે 11 કેબિનેટ અને 4 રાજ્ય પ્રધાનો શપથ ગ્રહન કરશે

author img

By

Published : Nov 20, 2021, 7:54 PM IST

Updated : Nov 21, 2021, 12:23 PM IST

Cabinet reorganization in Rajasthan: ગેહલોતની નવી ટીમ થશે તૈયાર, આજે 11 કેબિનેટ અને 4 રાજ્ય પ્રધાનો શપથ ગ્રહન કરશે

રાજસ્થાન (rajasthan)માં એક રાજકીય ઘટનાક્રમમાં તમામ પ્રધાનો (ministers)એ તેમના રાજીનામા સોંપી દીધા છે. કેબિનેટ પુનઃરચનાની કવાયત (Cabinet restructuring) વચ્ચે શનિવારે સાંજે મુખ્યપ્રધાન અશોક ગેહલોત (cm ashok gehlot)ની અધ્યક્ષતામાં રાજસ્થાન પ્રધાનમંડળની બેઠક (cabinet meeting) મળી. આ બેઠકમાં તમામ પ્રધાનોના રાજીનામા (resignation of all minister) લેવામાં આવ્યા છે. આવતીકાલે બપોરે PCC ઓફિસમાં બેઠક મળશે.

  • આવતીકાલે બપોરે 2 વાગ્યે બેઠક મળશે
  • પ્રધાનપદેથી જેમને હટાવવાના છે તેમના નામ રાજભવન મોકલાશે
  • બાકીના રાજીનામા મુખ્યપ્રધાન પોતાની પાસે રાખશે

જયપુર: રાજસ્થાનમાં પ્રધાનમંડળ વિસ્તરણ (cabinet expansion in rajasthan)ને લઇને મુખ્યપ્રધાન નિવાસસ્થાન (chief minister's residence) પર પ્રધાનમંડળની બેઠક (cabinet meeting) થઈ, જેમાં તમામ પ્રધાનોના રાજીનામા (resignation of all minister) લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલે કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય (congress region office)માં બપોરે 2 વાગ્યે બેઠક થશે. હવે જે પ્રધાનોને પ્રધાનમંડળથી હટાવવાના છે તેમના રાજીનામા રાજભવન મોકલી દેવામાં આવશે, બાકીના રાજીનામા મુખ્યપ્રધાન(chief minister)પોતાની પાસે રાખી લેશે.

કેબિનેટ બેઠકમાં 2 પ્રસ્તાવ મુકવામાં આવ્યા હતા

કહેવામાં આવી રહ્યું છે કે, PCC કાર્યાલયથી એ સભ્યો રાજભવન જઈ શકે છે જેમણે પ્રધાન પદના શપથ (sworn in as minister) લેવાના છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, પ્રધાનોના શપથગ્રહણ કેટલા વાગ્યે થશે. રાજ્યના પ્રભારી અજય માકન (ajay maken in charge of the state), મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ગોવિંદ ડોટાસરા (region president govind dotasara)ની હાજરીમાં મળેલી કેબિનેટ બેઠક (cabinet meeting)માં 2 પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક ઠરાવમાં રાજસ્થાનમાં પ્રધાન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

રવિવારે બપોરે 2 વાગ્યે PCC ઓફિસમાં બેઠક

બીજા ઠરાવમાં કોંગ્રેસની રીતિ મુજબ તમામ પ્રધાનોના રાજીનામા લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે જણાવ્યું કે, રવિવારે બપોરે 2 વાગ્યે PCC ઓફિસમાં બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ સભ્યો પહોંચશે. તેમના નિવેદનથી એવા સંકેત મળી રહ્યા છે કે શપથ લેનાર પ્રધાન અહીંથી રાજભવન જઈ શકે છે.

16 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ આપવાનો પડકાર

ઉલ્લેખનીય છે કે પહેલા જે 13 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ નહોતું તેમાં ધૌલપુર, ઉદયપુર, પ્રતાપગઢ, ડૂંગરપુર, ભીલવાડા, શ્રીગંગાનગર, હનુમાનગઢ, ચૂરુ, ઝુંઝુનૂ, સિરોહી, ટોંક, સવાઈ માધોપુર અને કરૌલી છે. હવે સીકર, બાડમેર અને અજમેરમાં પણ કોઈ પ્રતિનિધિત્વ નથી રહ્યું. આવામાં પાર્ટી સામે પડકાર હશે કે કેવી રીતે 16 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ આપવામાં આવે.

આ પણ વાંચો: બહેન પ્રિયંકા ગાંધીના રસ્તે BJP MP વરુણ ગાંધી, PM મોદીને પત્ર લખીને કરી આ માંગ

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ લખી વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી, જો નિયત સાચી છે તો ગૃહ રાજ્યપ્રધાનને કહો રાજીનામું આપે

Last Updated :Nov 21, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.