ગુજરાત

gujarat

હવસખોરો સામે હારી બાળકી, આ રીતે ઘટનાને આપવામાં આવ્યો અંજામ

By

Published : Jul 7, 2022, 7:19 PM IST

નાગૌરમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી(7 year old raped by minors) છે. બાળકીએ પોતાની પેટમાં દર્દ થતું હોવાથી આ વાતા તેના પિતાને જણાવી ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, બાળકી સાથે જેમને પણ બળજબરીથી દુષ્કર્મ આચર્યો હતો, જેમાં એક 7 વર્ષનું બાળક હોવાનું પણ સામે આવી રહ્યું છે.

હવસખોરો સામે હારી બાળકી
હવસખોરો સામે હારી બાળકી

રાજસ્થાન : મેડતા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં લગભગ 6 દિવસ પહેલા 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયો(7 year old raped by minors) હતો. આરોપ છે કે બે સગીર આરોપીઓએ કુવા પાસે લઈ જઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમાંથી એકની ઉંમર 7 વર્ષની જણાવવામાં આવી રહી છે. બાળકીની તબીબી સારવાર કરવામાં આવી હતી. બંને આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની ગંભીરતા જોઈને પોલીસ અધિક્ષક રામમૂર્તિ જોશીએ મેડતા રોડ પોલીસ સ્ટેશને પહોંચી ઘટનાની માહિતી લીધી હતી.

આ પણ વાંચો - નોકરીના બહાને સગર્ભા મહિલાને દલાલો લઇ ગયા અહિ, અને પછી...

બાળકીની તબિયત લથડી ત્યારે થયો ખુલાસો - 4 જુલાઇએ જ્યારે છોકરીની તબિયત બગડી ત્યારે પરિવાર મેડતાની હોસ્પિટલમાં લઇ ગયા હતા. અહીં બાળકીને પેટમાં દુખાવાની દવા આપવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 5મી જુલાઈના રોજ પણ કોઈ સુધારો થયો ન હતો, ત્યારબાદ બાળકીએ તેના પિતાને તેની સાથે થયેલા દુષ્કર્મ વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચો -Surat Crime Case : અસ્થિર મગજની મહિલાને કોઈ નરાધમે ગર્ભવતી બનાવી દીધી

કુવા પાસે લઈ જઈને દુષ્કર્મ આચર્યું - પિડીતાના પિતાના કહેવા પ્રમાણે બાળકીએ જણાવ્યું કે, લગભગ 5-6 દિવસ પહેલા પાડોશમાં રહેતા બે સગીર આરોપીઓ તેને ફસાવીને કૂવા પાસે લઈ ગયા હતા. ત્યાં તેને ટેરેસ પર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. જ્યારે છોકરી રડતી હતી ત્યારે નરાઘમોએ તેને ધમકી આપી હતી કે જો તે કંઈ કહેશે તો તેના માતા પિતાને તેઓ મારી નાખશે. પોલીસ અધિક્ષક રામમૂર્તિ જોશીએ કહ્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવ્યો છે. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું છે. સાથે જ સગીર બાળકોની ઉંમર અંગે પણ તપાસ ચાલી રહી છે. ઉંમરની ચકાસણી સાથે તપાસ આગળ ધપાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details