ગુજરાત

gujarat

હે.. ના હોય.. તબીબે દર્દીની કિડનીમાંથી 206 સ્ટોન કાઢ્યા

By

Published : May 20, 2022, 9:00 PM IST

ઑપરેશન કરીને તબીબે દર્દીની કિડનીમાંથી 206 સ્ટોન કાઢ્યા,આવું હતું જોખમ
ઑપરેશન કરીને તબીબે દર્દીની કિડનીમાંથી 206 સ્ટોન કાઢ્યા,આવું હતું જોખમ

કિડનીમાં પથરીને (kidney stones Rare Case) કારણે 56 વર્ષના વીરમલ્લા રામલક્ષ્મૈયાને છેલ્લા છ મહિનાથી વધુ સમય સુધી કમરમાં દુખાવો (Long Term Back Pain) રહ્યો હતો. ખાસ કરીને ઉનાળાના સમયમાં અસહ્ય દુખાવો થતા સમગ્ર કેસ સામે આવ્યો હતો.

હૈદરાબાદ: તેલંગણાના હૈદારબાદમાંથી એક દુર્લભ કહી શકાય એવો કેસ સામે આવ્યો છે. હૈદરાબાદના અવેયર ગ્લેનીગલ્સ ગ્લોબલ હોસ્પિટલમાં (Aware Gleneagles Global Hospital in Hyderabad) એક દર્દીના શરીરમાંથી 206 કિડની સ્ટોન કાઢવામાં આવ્યો હતો. નાના નાના કુલ મળીને 206 પથ્થર (206 kidney stones removed) એની કિડનીમાંથી ઑપરેશન થકી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પથ્થરોને કારણે 56 વર્ષના દર્દીને છ મહિનાથી વધારે સમય સુધી કમરમાં દુખાવો (Long Term Back Pain) રહ્યો હતો. જે ઉનાળાની ગરમીમાં અસહ્ય બની ગયો હતો. નલગોંડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મૈયાએ તારીખ 22 એપ્રિલના રોજ આ દુખાવા અંગે તબીબોનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં યુવાનના કાનની નિઃશુલ્ક સર્જરી કરી 300 ગ્રામની ગાંઠ કાઢી

કિડની સ્ટોનનો રીપોર્ટ આવ્યો:સ્થાનિક તબીબે સૂચવેલી કેટલીક દવાઓનો કોર્ષ પૂરો કરી લીધો હતો. પણ એ માત્ર હંગામી ધોરણે રાહત આપનારી હતી. દુખાવાના કારણે એની દિનચર્ચા વિક્ષેપ પડતો હતો. પોતાના દરરોજના કામ કરવામાં સક્ષમ ન હતો. અવેયર ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડૉ.પુલા નવીન કુમારે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં ડાબી બાજુનો કિડની સ્ટોન હોવાનું જાણવા મળ્યું છે. સિટી કેયુબી થકી આ અંગેની ખાતરી થઈ છે. દર્દીનું પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પછી સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

206 સ્ટોન મળ્યા:આ દરમિયાન કિડનીમાંથી બીજા સ્ટોન પણ દૂર કરવામાં આવ્યા હતા. નાના મોટા થઈને કુલ 206 સ્ટોન કિડનીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઑપરેશન બાદ દર્દીની તબિયતમાં એકાએક સુધારો જોવા મળ્યો હતો. બીજા દિવસે એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ડૉ. નવીન કુમારને ડૉ. વેણુ માન્ને, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ; ડૉ. મોહન, એનેસ્થેસિયોલોજિસ્ટ; અને નર્સિંગ અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોની મદદથી દર્દી દર્દ મુક્ત થયો હતો.

આ પણ વાંચો:દિલ્હી AIIMSમાં જોડિયા બાળકોને 24 કલાકની સર્જરી બાદ અલગ કરાયા

તબીબો આપે છે આ સલાહ:ઉનાળામાં અત્યંત ઊંચા તાપમાન સાથે, ઘણા લોકો ડિહાઇડ્રેશનથી પીડાય છે. આનાથી કિડનીમાં સ્ટોન બની શકે છે. સાવધાની તરીકે, ડોકટર લોકોને વધુ પાણી પીવાની ભલામણ કરે છે અને જો શક્ય હોય તો નાળિયેરનું પાણી હાઇડ્રેટેડ રહેવા માટે યોગ્ય અને શ્રેષ્ઠ છે. તે પણ મહત્વનું છે કે લોકો તીવ્ર સૂર્યપ્રકાશમાં મુસાફરી કરવાનું ટાળે અથવા ઓછું કરે. સોડા આધારિત પીણાંનું સેવન ન કરે જે ડિહાઇડ્રેશનમાં વધારો કરે છે.

ABOUT THE AUTHOR

...view details