ગુજરાત

gujarat

પશ્ચિમ બંગાળ: પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા, 10 લોકોની ધરપકડ કરાઈ

By

Published : Mar 28, 2021, 2:14 PM IST

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબે જણાવ્યું હતું કે, શનિવારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન બે મત વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. હિંસાની ઘટનાઓમાં શામેલ ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

1st phase Bengal elections
1st phase Bengal elections

  • પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા
  • પશ્ચિમ બંગાળની 294 સભ્યોની વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન થશે
  • પોલીસે 10 લોકોની ધરપકડ કરી

કલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબે કહ્યું કે, શનિવારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન બે મત વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. હિંસાની ઘટનાઓમાં સંડોવાયેલા ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની 294 સભ્યોની વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન થશે

પશ્ચિમ બંગાળની 294 સભ્યોની વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં શનિવારે 30 મતવિસ્તારમાં મતદાન યોજાયું હતું.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 - પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન નોંધાયું

પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા

મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબે કહ્યું કે, પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની સલબોનીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં કથિત રીતે શાસક TMC (તૃણમુલ કોંગ્રેસ)ના સમર્થકોએ તેમની કારને માકપા (માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી) ઉમેદવાર સુશાંત ઘોષની કાર પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

પોલીસે 10 લોકોની ધરપકડ કરી

પૂર્વ મેદનીપુરના કાંઠીથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં TMC સમર્થકોએ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના નાના ભાઈ સોમેન્દુ પર હુમલો કર્યો હતો અને તેમની કારને નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ

9.79 ટકા મતદાન નોંધાયું

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સાંજના 6 કલાક સુધીમાં 79.79 ટકા મતદાન નોંધાયું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતા શિશિર બાજોરીયાએ જણાવ્યું હતું કે, મેં હવે સાંભળેલા ઓડિઓ ટેપમાં રાજ્યના મુખ્યપ્રધાન ભાજપ (નંદીગ્રામ)ના જિલ્લા ઉપપ્રમુખની મદદ માંગી રહ્યા છે અને તેમને ફરીથી ટીએમસીમાં આવવા વિનંતી કરી રહ્યા છે. આ બતાવે છે કે, તેમને લાગ્યું કે ટીએમસી ચૂંટણી હારી રહી છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ સાથે જ પુરુલિયા જિલ્લાના વંદવાનમાં ચૂંટણી અધિકારીઓ મતદાન કેન્દ્ર પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમના વાહનને આગ લગાવવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details