ગુજરાત

gujarat

FIFA વર્લ્ડ કપ 2022માં રમી રહી છે 12 ​​સૌથી મોંઘી ટીમ, જાણો મેસ્સીની ટીમની કિંમત

By

Published : Dec 6, 2022, 11:40 AM IST

Updated : Dec 6, 2022, 1:39 PM IST

ફિફા વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) સૌથી મોંઘી ટીમ ઈંગ્લેન્ડ છે. કતાર વર્લ્ડ કપમાં માર્કેટ વેલ્યુની દૃષ્ટિએ ટોચની 10 ટીમોમાં 3 લેટિન અમેરિકન દેશોનો સમાવેશ થાય છે. અહીં અમે તમને FIFA વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી 12 સૌથી મોંઘી ટીમો (12 most expensive teams in FIFA World Cup 2022) વિશે જણાવીશું.

Etv BharatFIFA વર્લ્ડ કપ 2022માં રમી રહી છે 12 ​​સૌથી મોંઘી ટીમ, જાણો મેસ્સીની ટીમની કિંમત
Etv BharatFIFA વર્લ્ડ કપ 2022માં રમી રહી છે 12 ​​સૌથી મોંઘી ટીમ, જાણો મેસ્સીની ટીમની કિંમત

નવી દિલ્હીઃFIFA પ્રથમ વખત કોઈ ખાડી દેશમાં વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. (FIFA World Cup 2022) ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો શરૂ થઈ ગઈ છે. 32માંથી 16 ટીમો નોકઆઉટમાં પહોંચી ગઈ છે અને જે જીતશે તે અંતિમ 8માં પહોંચી જશે.

12 સૌથી મોંઘી ટીમો: આજે, અહીં અમે તમને ફિફા વર્લ્ડ કપ સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ રસપ્રદ બાબતો જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ. અહીં અમે તમને FIFA વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી 12 સૌથી મોંઘી ટીમો (12 most expensive teams in FIFA World Cup 2022) વિશે જણાવીશું. આ વર્લ્ડ કપમાં વધુને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી ખેલાડી રમતા જોવા મળે છે.

ટુર્નામેન્ટના સૌથી મોંઘા ખેલાડી: ઈંગ્લેન્ડ (team england) એવી ટીમ છે જે સૌથી મોંઘા ખેલાડીઓ ધરાવે છે. હેરી કેનની આગેવાની હેઠળ, ઇંગ્લેન્ડની ટીમમાં જુડ બેલિંગહામ, ફિલ ફુડન, બુકાયો સાકા, જેક ગ્રીલીશ, ડેકલાન રાઈસ અને માર્કસ રાશફોર્ડ જેવા કેટલાક સૌથી રોમાંચક યુવા ખેલાડીઓ છે, જેઓ તેમની ટીમ તેમજ સમગ્ર ટુર્નામેન્ટના સૌથી મોંઘા ખેલાડી છે. .

મેસીની ટીમ આ મામલે સાતમા સ્થાને: જેના કારણે ઈંગ્લેન્ડની ટીમનો કુલ ખર્ચ 1,260 મિલિયન યુરો છે. જે તેના તમામ ખેલાડીઓનો વાર્ષિક પગાર મેળવ્યા બાદ સામે આવ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમ FIFA વર્લ્ડ કપ 2022ની સૌથી મોંઘી (FIFA World Cup 2022 Most Expensive Squad) ટીમ છે. ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસીની (lionel messi) ટીમ આ મામલે 7મા સ્થાને છે.

બ્રાઝિલ બીજી સૌથી મોંઘી ટીમ:કતાર વર્લ્ડ કપમાં માર્કેટ વેલ્યુની દૃષ્ટિએ ટોચની 10 ટીમોમાં 3 લેટિન અમેરિકન દેશોનો સમાવેશ થાય છે. આ વર્ષના ફિફા વર્લ્ડ કપ 2022માં બ્રાઝિલ બીજી સૌથી મોંઘી ટીમ છે. આ ખેલાડીઓમાં નેમાર, વિનિસિયસ જુનિયર અને રિચર્ડસન જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ઉરુગ્વેની ટીમ 10મા ક્રમે છે:આ આંકડા સ્ટેટિસ્ટામાંથી લેવામાં આવ્યા છે. ટ્રાન્સફરમાર્ક વેબસાઇટ પરથી લેવામાં આવેલ ડેટાનું સ્ટેટિસ્ટા દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ હિસાબે બ્રાઝિલના ખેલાડીઓની કુલ કિંમત 1,140 મિલિયન યુરો છે. કતાર 2022માં રમવા માટે સૌથી મોંઘી ટીમોમાં ઉરુગ્વેની રાષ્ટ્રીય ટીમ 10મા ક્રમે છે. તેની બજાર કિંમત 450 મિલિયન યુરો છે.

Last Updated : Dec 6, 2022, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details