ગુજરાત

gujarat

રાજકિય પક્ષોને મળે છે અધધ...કરોડો રૂપિયાનું ફંડ, જાણો કઈ કંપનીએ કેટલાનું કર્યું દાન?

By

Published : Nov 27, 2022, 8:47 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે કહેવાય છે કે આ ચૂંટણી અત્યારસુધીની સૌથી ખર્ચાળ ચૂંટણી સાબિત થશે. તેવામાં ADR (Association for Democratic Reforms) દ્વારા રાજકીય પક્ષોને મળતા ફંડ મામલે મામલે ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષોને ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં કુલ 591.27 કરોડ ગુજરાતમાંથી ફંડ મળ્યુ છે.

રાજકિય પક્ષોને મળે છે અધધ...કરોડો રૂપિયાનું ફંડ
political-parties-get-a-fund-of-half-a-million-rupees-know-which-company-has-donated-how-much

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) નજીક છે, તેવામાં ADR (cદ્વારા રાજકીય પક્ષોને મળતા ફંડ મામલે મામલે ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષોને ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં કુલ 591.27 કરોડ ગુજરાતમાંથી ફંડ મળ્યુ (A total of 591.27 crore funds were received from Gujarat in the last 5 years) છે. વર્ષ 2016-17 થી 2020-21 સુધી મળેલા ફંડ અંગેના અહેવાલમાં પક્ષો દ્વારા એમને મળેલા દાન અને થયેલી આવકની વિગતો ઉપરથી બનાવવામાં આવ્યો છે.

કઈ કંપનીએ કેટલાનું કર્યું દાન?: રાજકીય પક્ષો અને ક્ષેત્રિય પક્ષો દ્વારા 2016-17 થી 2020-21 સુધીની કુલ આવક 16,071.60 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. તેમાંથી 79.91 ટકા અથવા તો 12,842.28 કરોડની આવક 8 રાષ્ટ્રીય પક્ષોની છે. જ્યારે ક્ષેત્રીય પક્ષોને 3229.32 કરોડ એટલે કે 20.09 ટકા આવક પાંચ વર્ષમાં થઈ છે.લોકસભા ચૂંટણીના વર્ષમાં 2019-20માં 4,760.0 9 કરોડનું ફંડ મળ્યું છે, જ્યારે ક્ષેત્રીય પક્ષોને વર્ષ 2018-19 દરમ્યાન સૌથી વધુ એટલે કે 1089.422 કરોડનું ફંડ મળ્યું છે. કુલ આવકમાં રાષ્ટ્રીય પક્ષોને મળેલું દાન 10,471.04 કરોડ એટલે કે 82.15 ટકા છે અને 2274.57 કરોડ રૂપિયા એટલે કે 17.85% રકમ ક્ષેત્રીય પક્ષોએ દાન થકી મેળવ્યા છે.

ગુજરાતમાંથી મળેલ દાન:ગુજરાતમાંથી મળેલ દાનની વાત કરવામાં આવે તો ઇલેક્ટોરલ બોન્ડ થકી 343 કરોડ, ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ થકી 74.27 કરોડ, સીધું કોર્પોરેટ દાન 174 કરોડ છે. ઈલેક્ટ્રોલ બોર્ડ થકી જે 343 કરોડ મળ્યા છે, તે કુલ 13 તબક્કામાં મળ્યા છે, તેમાં સૌથી વધુ એપ્રિલ 2019 ના તબક્કામાં 87.5 કરોડ અને ત્યારબાદ ઓક્ટોબર 2022 ના તબક્કામાં 81.5 કરોડ મળ્યા છે. સૌથી વધુ ડોનેશન આપનાર કોર્પોરેટ ડોનેશનમાં ટોરેન્ટ પાવર, નિરમા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ, ટોરેન્ટ ફાર્મા, કેડીલા હેલ્થ કેર, આદિ એન્ટરપ્રાઇઝ રહ્યા છે. જેમાં ટોરેન્ટ પાવર દ્વારા 30.50 કરોડ નિરમા દ્વારા 24 કરોડ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ દ્વારા 20.50 કરોડ, ટોરેન્ટ ફાર્મા દ્વારા 10 કરોડ, કેડીલા હેલ્થ કેર દ્વારા 10 કરોડ, આદિ એન્ટરપ્રાઇઝ દ્વારા 6 કરોડ દાન આપવામાં આવ્યું છે. જેમાં સીધી રીતે નિરમાએ 24 કરોડ અને કેડીલા હેલ્થ કેરે 10 કરોડ જ્યારે આદિ એન્ટરપ્રાઇઝે 6 કરોડ દાન આપ્યું છે

સૌથી વધુ ભાજપને દાન મળ્યું:ગુજરાતમાંથી સીધી રીતે મળેલા 174 કરોડ રૂપિયાનું દાન ચાર પક્ષોને મળ્યું છે, જેમાં સૌથી વધુ ભાજપને દાન મળ્યું છે. વર્ષ 2016-17 ની વાત કરીએ તો ભાજપને 3.145 કરોડથી વધીને 2020-21 માં 38.988 કરોડ મળ્યા છે, કોંગ્રેસની વાત કરવામાં આવે તો 2016-17 માં 0.174 કરોડથી વધીને 2020-21 માં 0.725 કરોડ રકમ મળી છે. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો 2016-17 માં 0.03 કરોડથી ઘટીને 2020-21 માં 0.007 કરોડ દાન મળ્યું છે. આ અંગે ADR ના સ્ટેટ કોર્ડીંનેટર પંક્તિ જોગે Etv ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ADR દ્વારા ચૂંટણી દરમિયાન અને દર વર્ષે રાજકીય પક્ષ દ્વારા જે ઇન્કમટેક્ષ રિટર્ન ભરવામાં આવે છે તેમજ ચૂંટણી પંચને જે માહિતી આપવામાં આવે છે તેના આધારે ક્યાં પક્ષને કેટલું ફંડ મળ્યું તે બાબતનો ડેટા એનાલિસિસ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details