ગુજરાત

gujarat

ભાજપના ઉમેદવારે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, પ્રત્યેક મતદાર સુધી પહોંચવાનું આયોજન

By

Published : Nov 19, 2022, 4:30 PM IST

રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે જૂનાગઢ ભાજપ ઉમેદવાર ( Junagadh Assembly Seat ) સંજય કોરડીયા ( BJP Candidate Sanjay Koradia )એ ડોર ટુ ડોરથી લઈને હવે ડિજિટલ માધ્યમ થકી પણ પ્રચાર અભિયાન ( Digital Campaign ) શરૂ કર્યું છે. આ આધુનિક માધ્યમથી મતદાનમથક સુધી પહોંચવા માટેની તમામ માહિતી મતદારોને મોબાઈલમાં આપવામાં આવી રહી છે.

ભાજપના ઉમેદવારે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, પ્રત્યેક મતદાર સુધી પહોંચવાનું આયોજન
ભાજપના ઉમેદવારે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, પ્રત્યેક મતદાર સુધી પહોંચવાનું આયોજન

જૂનાગઢરાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના પ્રથમ તબક્કાના મતદાન ( First phase polling )ને હવે માત્ર 11 દિવસ જેટલો સમય બાકી છે. આવી પરિસ્થિતિમાં પ્રચાર અભિયાન ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યું છે. રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના પ્રથમ તબક્કાનું મતદાન આગામી પહેલી તારીખે થવા જઈ રહ્યું છે. જેમાં હવે ભાજપે ડિજિટલ પ્રચારનું માધ્યમ ( Digital Campaign )શરૂ કર્યું છે. જૂનાગઢ ( Junagadh Assembly Seat ) ના ઉમેદવાર સંજય કોરડીયા હાલ વ્યક્તિગત સંપર્ક કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ડિજિટલ માધ્યમનો પ્રચાર પણ ખૂબ જ ઉપયોગી અને મહત્વનો બની રહે છે. જેને લઈને સંજય કોરડીયા ( BJP Candidate Sanjay Koradia ) દ્વારા તેમનો ચૂંટણી પ્રચાર ડિજિટલ માધ્યમથી પણ શરૂ કરાયો છે.

તમામ માહિતી મતદારોને મોબાઈલમાં આપવામાં આવી રહી છે

સામાન્ય સંદેશા પહોંચાડવાની વ્યવસ્થા ઉમેદવાર સંજય કોરડીયા રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ને લઇ તેમની ચૂંટણી સામગ્રી અને પક્ષતરફી મતદાન કરવાને લઈને તમામ માહિતી પ્રત્યેક મતદારના મોબાઇલ સુધી whatsapp કે અન્ય માધ્યમ થકી પહોંચે તેને લઈને ડિજિટલ પ્રચાર અભિયાન ( Digital Campaign )શરૂ કરાયું છે. મતદાનના દિવસે જરૂરી મતદાન મથકની તમામ માહિતી પણ whatsapp કે સામાન્ય સંદેશા પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે જેને લઈને પ્રત્યેક મતદાર સુધી ઉમેદવાર સંજય કોરડીયા ( BJP Candidate Sanjay Koradia ) અને તેમનો રાજકીય પક્ષ પહોંચે તેવી ડિજિટલ વ્યવસ્થા કરાઈ છે.

આધુનિક સમયમાં ડિજિટલ પ્રચાર બને છે મહત્વનો ભાજપના ઉમેદવાર સંજય કોરડીયા ( BJP Candidate Sanjay Koradia ) હાલ જૂનાગઢ મત વિસ્તારમાં ( Junagadh Assembly Seat ) પ્રત્યેક મતદારોને વ્યક્તિગત મળીને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે સાથે સાથે તેમના ચૂંટણી કાર્યાલયથી પ્રત્યેક મતદારોને મોબાઈલ સુધી તેમની તમામ માહિતી પહોંચે તેની પણ વ્યવસ્થા કરાઈ છે. ડિજિટલ ( Digital Campaign ) માધ્યમ થકી પ્રત્યેક મતદારને તેના મોબાઈલમાં પ્રચાર સાહિત્યની સાથે ઉમેદવાર વિશે જાણવા મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details