ગુજરાત

gujarat

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ, 9ની જીત 3ની હાર

By

Published : Dec 7, 2022, 5:51 PM IST

Updated : Dec 8, 2022, 7:07 PM IST

ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022)ભારતીય જનતા પાર્ટીએ 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાંથી 9નો વિજય અને 3ની કારમી હાર થઇ છે.

Etv Bharatપક્ષપલટો કરનારા નેતાઓ ચુંટણીમાં જીતશે કે હારશે?
Etv Bharatપક્ષપલટો કરનારા નેતાઓ ચુંટણીમાં જીતશે કે હારશે?

અમદાવાદ:ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022)ભારતીય જનતા પાર્ટીએ 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાંથી 9નો વિજય અને 3ની કારમી હાર થઇ છે.

વિજેતા ધારાસભ્યો:(1) કુંવરજી બાવળિયા- જસદણ, (2) જે.વી કાકડિયા- ધારી, (3) અલ્પેશ ઠાકોર- દક્ષિણ ગાંધીનગર, (4) જીતુ ચૌધરી- કપરડા, (5) પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા, (6) અક્ષય પટેલ- કરજણ, (7) રાજેન્દ્ર સિંહ રાઠવા- છોટા ઉદેપુર, (8) ભગા ભાઇ બારડ- તાલાળા, (9) હાર્દિક પટેલ- વિરમગામ- જીત

હારેલા ધારાસભ્યો: (1) અશ્વિન કોટવાલ-ખેડબ્રહ્મા,(2) હર્ષદ રીબડિયા- વિસાવદર, (3) જવાહર ચાવડા- માણાવદર

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ :(1) કુંવરજી બાવળિયા- જસદણ, (2) જે.વી કાકડિયા- ધારી, (3) અલ્પેશ ઠાકોર- દક્ષિણ ગાંધીનગર, (4) જવાહર ચાવડા- માણાવદર, (5) જીતુ ચૌધરી- કપરડા, (6) પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા, (7) અક્ષય પટેલ- કરજણ, (8) અશ્વિન કોટવાલ-ખેડબ્રહ્મા,(9) હર્ષદ રીબડિયા- વિસાવદર, (10) રાજેન્દ્ર સિંહ રાઠવા- છોટા ઉદેપુર, (11) ભગા ભાઇ બારડ - તાલાળા, વિરમગામ, મોહનસિંહ રાઠવાની જગ્યાએ તેમના પુત્ર રાજેન્દ્ર સિંહ રાઠવાને ટિકિટ મળી છે.

પક્ષપલટો કરનારાઓ આ ચુંટણીમાં પણ ફાવ્યા

પક્ષપલટો કરનારને કોને ટિકિટ ન મળી: (1)બ્રિજેશ મેરજા- મોરબી, (2) ધવલસિંહ ઝાલા, (3) પરસોત્તમ સાબરિયા, (4) વલ્લભ ધારવિયા (5) સોમાભાઈ પટેલ, (6) મંગળ ગાવિત (7) આશા પટેલ (મૃત્યું) (8) ભાવેશ કટારા

પક્ષપલટો કરનારાઓ આ ચુંટણીમાં પણ ફાવ્યા

2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યોઃ(1)કુંવરજી બાવળિયા (2) જે વી કાકડિયા (3) જવાહર ચાવડા (4) મંગળ ગાવિત (5) બ્રિજેશ મેરજા (6) જીતુ ચૌધરી (7) સોમાભાઈ પટેલ (8) પરોસત્તમભાઈ સાબરિયા (9) આશા પટેલ (10) અલ્પેશ ઠાકોર (11) પદ્મુમનસિંહ જાડેજા (12) પ્રવીણ મારુ (13) અક્ષય પટેલ (14) ધવલસિંહ ઝાલા (15) ધર્મેન્દ્રસિંહ જાડેજા (16) અશ્વિન કોટવાલ (17) હર્ષદ રિબડિયા (18) મોહનસિંહ રાઠવા (19) ભગા બારડ (20) ભાવેશ કટારા

પક્ષપલટો કરનારાઓ આ ચુંટણીમાં પણ ફાવ્યા

ભાજપમાં જોડાયા પછી હાલ કયાં?

વિઠલ રાદડિયાઃ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા પ્રધાન બન્યા

લીલાધર વાઘેલાઃ 2012 કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. લીલાધર વાઘેલા પાટણના સાંસદ ભાજપમાંથી બન્યા હતા.

પરબત પટેલઃ2012મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. પરબત પટેલ રાજયકક્ષાના પ્રધાન બન્યા કે જેઓ હાલ બનાસકાંઠાના સાંસદ છે

પૂનમ માડમઃપરિવારની લડાઈમાં પૂનમ માડમે 2012માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બાદમાં તેઓ ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે

દેવુંસિંહ ચૌહાણઃ2007મા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. હાલ ભાજપની સરકારમાં કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન છે

રામસિંહ પરમારઃ 2017મા ભાજપમાં જોડાયા. હાલ રામસિંહ પરમાર અમુલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે

કુંવરજી બાવળીયાઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીતી કેબિનેટ પ્રધાન બન્યા હતા.

રાઘવજી પટેલઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા.

જવાહર ચાવડાઃ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મંત્રી બન્યા હતા.

તેજશ્રીબહેન પટેલઃરાજ્ય સભાની ચૂંટણીમાં તેજશ્રીબહેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

કમશી પટેલઃકમશી પટેલના પુત્ર કનુ પટેલ સાણંદના MLA બન્યાં અને 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠક ભાજપની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા.

બળવંતસિંહ રાજપૂતઃબળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.

પ્રધાનમંડળમાં સ્થાન મળ્યુંઃ
રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે. વી. કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું હતુ. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જો કે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હી ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં આવ્યાઃએ સિવાય આજે કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા. ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે હવે કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધો હતો. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ મળી છે.

Last Updated :Dec 8, 2022, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details