ગુજરાત

gujarat

EVM સ્ટ્રોંગ રૂમ નજીક "નમો" વાઇફાઈનું ભૂત ધુણ્યું, કોંગ્રેસ ઉમેદવારના તંત્ર પર આક્ષેપ

By

Published : Dec 4, 2022, 7:26 AM IST

Updated : Dec 4, 2022, 9:27 AM IST

વિધાનસભાની ચૂંટણીનું મતદાન(gujarat legislative assembly 202) થયા બાદ EVM સાથે ચેડાના આક્ષેપો(Allegations of EVM tampering) થતા રહ્યા છે. ત્યારે ગઈ કાલે મોડી સાંજે વિદ્યાનગર ખાતે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન(Namo WiFi opened near strong room in Bhavnagar) થઈ જતાં રાજકીય પક્ષોના ઉમેદવારો સ્ટ્રોંગ રૂમે દોડી ગયા હતા. ગારીયાધારના કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા કલેકટરે ખુલાસો કરવો પડ્યો.

કોંગ્રેસ ઉમેદવારના તંત્ર પર આક્ષેપ
કોંગ્રેસ ઉમેદવારના તંત્ર પર આક્ષેપ

ભાવનગર: વિધાનસભાની ચૂંટણીનું મતદાન(gujarat legislative assembly 202) થયા બાદ EVM સાથે ચેડાનાઆક્ષેપો(Allegations of EVM tampering) થતા રહ્યા છે. ત્યારે ગઈ કાલે મોડી સાંજે વિદ્યાનગર ખાતે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન(Namo WiFi opened near strong room in Bhavnagar) થઈ જતાં રાજકીય પક્ષોના ઉમેદવારો સ્ટ્રોંગ રૂમે દોડી ગયા હતા. ગારીયાધારના કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા કલેકટરે ખુલાસો કરવો પડ્યો.

કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા કલેકટરે ખુલાસો કરવો પડ્યો.

નમો નામનું વાઇફાઇ ઓપન થયું:પ્રથમ તબક્કામાં ભાવનગરની સાત બેઠક માટે મતદાન યોજાયું હતું. સાત વિધાનસભા બેઠકોના ઇવીએમ અને વીવીપેટને સીલ મારી શહેરના વિદ્યાનગર ખાતે એન્જીનિયર કોલેજ સામે બનાવેલા સ્ટ્રોંગરૂમમાં રાખી દેવામાં આવ્યા છે. પરંતુ ગઈ કાલે અચાનક સાંજે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન થઈ જતા રાજકીય પક્ષોના ઉમેદવારોએ શંકા સેવી હતી. તદુપરાંત સ્ટ્રોંગ રૂમના તાળાને સીલ નહીં માર્યુ હોવાથી લોક ખુલી જવાની પણ ઉમેદવારોએ શંકા ઉપજાવી હતી. ખાસ કરીને ગારિયાધાર તથા ભાવનગર ગ્રામ્યના સ્ટ્રોગરૂમને વ્યવસ્થિત સીલ નહીં માર્યાની ફરિયાદ ઉભી થવા પામી છે.

વિદ્યાનગર ખાતે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન

તંત્ર સામે ગંભીર આક્ષેપ:સ્ટ્રોંગરૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન થતા આપના ઉમેદવાર રાજુ સોલંકી, કોંગ્રેસના અનીભાઈ ગોહિલ, કનુ બારૈયા, દિવ્યેશ ચાવડા, કમલેશ ચંદાણી તેમજ અપક્ષ સહિતના ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓ સ્ટ્રોંગ રૂમે પહોંચી ગયા હતા. અને વાઇફાઇ બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ગારીયાધારના કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાવનગર એન્જીનીયરીંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં તાળા મારી અને જે સીલ મારવામાં આવ્યા છે તે સીલ એ રીતના છે કે તાળુ આસાનીથી ચાવીથી ખુલી જાય છે. જ્યારે ત્રીજા માળે ત્રણ નમો નામના વાઇફાઇ પકડાઈ થયા છે.

વિદ્યાનગર ખાતે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન

કલેક્ટરે શું કર્યો ખુલાસો: જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડી.કે.પારેખે જણાવ્યું હતું કે સ્ટ્રોંગરૂમની સિક્યુરિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી. સરકારી કોલેજ ખાતે રાખવામાં આવેલા ઇવીએમ સહી સલામત છે તેમજ દિવસ રાત 24 કલાક સશસ્ત્ર સુરક્ષા દળોનો પહેરો લગાવવામાં આવ્યો છે. ઉપરાંત 24 કલાક તેની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ 24 કલાક સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે. આ સર્વેલન્સના ફૂટેજ ઉમેદવારો અને તેમના માન્ય પ્રતિનિધિ કંટ્રોલરૂમમાં બેસી જોઈ શકે તેવી પણ વ્યવસ્થા છે.

Last Updated : Dec 4, 2022, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details