ગુજરાત

gujarat

ઓલમ્પિકના આયોજનમાં ગુજરાતની ભાગીદારીને આવકારતા સિનિયર ખેલાડીઓ

By

Published : Nov 27, 2022, 4:12 PM IST

Gujarat Assembly Election 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજે તેમનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે જેમાં વર્ષ 2036 માં દેશમાં વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભ ઓલમ્પિક નું આયોજન થશે જેમાં ગુજરાતની ભાગીદારી (Gujarats participation India hosting Olympics) પણ સવિશેષ હશે ભાજપના ઘોષણાપત્રને લઈને જૂનાગઢમાં રહેતા અને વિશ્વ સ્તરે સિનિયર સિટીઝનો માટે આયોજિત થતા ઓલમ્પિક સ્પર્ધાના વિજેતાઓએ ભાજપ ના મેનિફેસ્ટો ની આ જાહેરાતને આવકારદાયક માની છે (Gujarat Bjp Menifesto Olympics Games)

Gujarats participation India hosting Olympics
Gujarats participation India hosting Olympics

જૂનાગઢ: આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022 ) લઈને ભાજપ દ્વારા ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમા લોક લોભામણી જાહેરાતની સાથે વર્ષ 2036માં આયોજિત થનારા ઓલમ્પિકને લઈને પણ વિશેષ જાહેરાત કરાય છે. વર્ષ 2006માં સંભવિત રીતે ઓલમ્પિકનું ભારતમાં આયોજન થઈ શકે છે. જેમાં ગુજરાતની ભાગીદારી (Gujarats participation India hosting Olympics) સવિશેષ પ્રમાણમાં જોવા મળશે.

ગુજરાતી તરીકે ગર્વ અનુભવશે

ભાજપના મેનીફેસ્ટોમાં ઓલમ્પિક:જૂનાગઢમાં રહેતા અને સિનિયર સિટીઝન માટેના ઓલમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરેલા ખેલાડીઓએ ભાજપના મેનીફેસ્ટોમાં ઓલમ્પિકને શામેલ કરવાને લઈને જે જાહેરાત (Gujarat Bjp Menifesto Olympics Games) કરવામાં આવી છે, તેને આવકારી છે અને રમતગમતના ક્ષેત્રમાં હજુ પણ ઘણું થઈ શકે છે તે દિશામાં સરકારે આગળ વધવું જોઈએ તેવી માંગ પણ કરી છે. જૂનાગઢમાં રહેતા અને ચાઇના તેમજ મલેશિયામાં આયોજિત સિનિયર સિટીઝન માટેના ઓલમ્પિકમાં ભાગ લઈને અનેક મેડલો પ્રાપ્ત કરેલા હીરાલક્ષ્મીબેન વાસન ભાજપના ઘોષણાપત્રમાં રમતગમતને જે સ્થાન મળ્યું છે, તેને આવકારી રહ્યા છે.

વિજેતા ખેલાડીઓને સહાય અપવામા આવે:હીરાલક્ષ્મીબેન જણાવી રહ્યા છે કે, વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભનું આયોજન પ્રથમ વખત ભારતમાં થઈ શકે અને તેમાં ગુજરાતની હિસ્સેદારી વિશેષ જોવા મળે તે એક ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ અપાવે તેવી બાબત છે, પરંતુ રમતગમતના ક્ષેત્રમાં અને ખાસ કરીને સિનિયર ઓલમ્પિકના મેડલ વિજેતા ખેલાડીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી પ્રોત્સાહિત કરાતા નથી. વિશ્વ કક્ષાએ થતા આયોજનમાં ભાગ લેવા માટે સ્વ ખર્ચે ખેલાડીઓએ જાય છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર કોઈ ખેલાડી માટે ખર્ચ કે અન્ય કોઈ આર્થિક સહાય આપતું નથી. તેને લઈને સિનિયર સિટીઝનના ઓલમ્પિક વિજેતા ખેલાડીઓ વસવસો વ્યક્ત કરે છે, પરંતુ જો ભારતમાં ઓલમ્પિકનું આયોજન થાય અને તેમાં ગુજરાતની હિસ્સેદારી વધુ જોવા મળે તો એક ગુજરાતી તરીકે તેઓ ગર્વ અનુભવશે.

ABOUT THE AUTHOR

...view details