ગુજરાત

gujarat

ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે હવે ફરી થશે ભૂપેન્દ્ર પટેલની તાજપોશી ?

By

Published : Dec 6, 2022, 12:55 PM IST

અમદાવાદની ઘાટલોડિયા બેઠક (Ghatlodia Assembly seat) પર આ વખતે સૌની મીટ મંડાયેલી છે. કારણ કે ભાજપે આ બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Ghatlodia CM Bhupendra Patel win) ફરી ટિકીટ આપી હતી. આ એ જ બેઠક છે જેણે રાજ્યને 2-2 મુખ્યપ્રધાન આપ્યા છે. ત્યારે હવે અહીંથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જીતશે કે પછી હારશે તે 8 ડિસેમ્બરે નક્કી થશે.

ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે હવે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જીતશે કે  હારશે તે 8 ડિસેમ્બરે નક્કી થશે
ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે હવે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જીતશે કે હારશે તે 8 ડિસેમ્બરે નક્કી થશે

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections 2022) પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ (Second phase voting complete) થયું છે. અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં (Ghatlodia Assembly seat) પાટીદારોની વસ્તી વધુ છે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્ય પ્રધાન (two chief ministers to Gujarat) આપ્યા છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Ghatlodia CM Bhupendra Patel win) પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા. ત્યારે ફરીથી ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ અહીંથી જીતશે કે હારશે તેનું ચિત્ર તો 8 ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે.

ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે હવે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જીતશે કે હારશે તે 8 ડિસેમ્બરે નક્કી થશે

ઘાટલોડીયામાં મતદાનની સ્થિતિ :સમગ્ર અમદાવાદમાં કુલ 58.32 ટકા મતદાન થયું હતું. તે અંતર્ગત ઘાટલોડિયામાં આ વખતે 59.62 ટકા મતદાન થયું હતું. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections) યોજાઇ છે. જેમાં 2012માં તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને આજના વડાપ્રધાનના વિશ્વાસુ એવા આનંદીબેન પટેલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જેમનો કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલ સામે 1,10,395 વોટથી ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ કોંગ્રેસના શશીકાંત પટેલને પણ 1.15 લાખ કરતા વધુ મતોથી જીતીને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે, તે ભાજપના કબ્જામાં છે. 2012ની ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 74.61 ટકા રહ્યું હતું. જે 2017માં ઘટીને 72.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે.

અમદાવાદ શહેરની હોટ સીટ એટલે ઘાટલોડિયા બેઠક : અમદાવાદ શહેરની હોટ સીટ એટલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક. આ એવી બેઠક (Ghatlodia Assembly Constituency) છે, જેણે ગુજરાતને પહેલા આનંદીબેન પટેલ અને બીજા ભૂપેન્દ્ર પટેલ (Ahmedabad Bhupendra Patel BJP Candidate) એમ એક પછી એક 2 મુખ્યપ્રધાન આપ્યા છે. ત્યારે ભાજપના ગઢ સમાન આ બેઠકને જીતવા કૉંગ્રેસ આ વખતે તેમનાં વરિષ્ઠ નેતા અમીબેન યાજ્ઞિકને ટિકિટ (Amee Yagnik Congress Candidate For Ghatlodia) આપી છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર્તા વિજય પટેલને (Vijay Patel AAP Candidate For Ghatlodia) મેદાને ઉતાર્યા છે. તો હવે આ બેઠક પર બિગ ફાઈટ જામે તો નવાઈ નહીં.

ઘાટલોડિયા બેઠકમાં કેટલા છે મતદારો :અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં (Ghatlodia Assembly seat) પાટીદારોની વસ્તી વધુ છે. આથી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2017)માં પાટીદાર ઉમેદવારો ઉતર્યા હતા. આ ઉપરાંત અહીં રબારી-ભરવાડ, ઠાકોર જેવી જ્ઞાતિ પણ જોવા મળે છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અહીં કુલ 03,52,340 જેટલા મતદારો હતા. 2018 પ્રમાણેના કુલ મતદારો 3,57,367 સામે આવ્યા હતા. જેમાં, 1,83,823 પુરુષ મતદારો અને 1,73,542 સ્ત્રી મતદારો નોંધાયા હતા.

અત્યારસુધીની ચૂંટણીઓના પરિણામ : આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections) યોજાઇ છે. જેમાં 2012માં તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને આજના વડાપ્રધાનના વિશ્વાસુ એવા આનંદીબેન પટેલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જેમનો કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલ સામે 1,10,395 વોટથી ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ કોંગ્રેસના શશીકાંત પટેલને પણ 1.15 લાખ કરતા વધુ મતોથી જીતીને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે, તે ભાજપના કબ્જામાં છે. 2012ની ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 74.61 ટકા રહ્યું હતું. જે 2017માં ઘટીને 72.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે.

બેઠકની ખાસિયત :ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્ય પ્રધાન (two chief ministers to Gujarat) આપ્યા છે. બંને મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટીથી રહ્યા છે. સૌપ્રથમ 2014માં લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આનંદીબેન પટેલે સંભાળ્યું હતું, પરંતુ 2016માં પાટીદાર અનામત આંદોલને તેમની ખુરશી છીનવી લીધી હતી. પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details