ગુજરાત

gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન; ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયું હતું ભાજપને નુકસાન

By

Published : Dec 1, 2022, 6:00 AM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં બે ચરણમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. 1 ડીસેમ્બરે પ્રથમ ચરણમાં (First Phase Polling) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મળી કુલ 89 બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઇ જશે. મંગળવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર પણ થંબી ગયા છે. ગુજરાત મુખ્યત્વે 5 ઝોનમાં વહેચાયેલું છે. ત્યારે પ્રથમ તબક્કામાં 3 ઝોનમાં મતદાન થશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા યોજાશે. ત્યારે ઝોન પ્રમાણે જોઈએ 2017માં કોની પાસે કેટલી બેઠકો હતી

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન
first-phase-voting-of-gujarat-assembly-elections-2022-bjp-lost-in-saurashtra-in-the-last-2017-assembly-election

હૈદરાબાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે ગત વિધાનસભાની વાત કરીએ તો ભાજપની ડબલ ફિગરમાં બેઠકો આવી હતી. 2017 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટા આંદોલન થયા હતા અને તેની સીધી અસર ભાજપની બેઠકો પર થઇ હતી. ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર (effect of patidar anamat andolan) પાટીદાર વસ્તી અને પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં થઇ હતી. જો કે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ થયેલ પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં (major effect in saurastra region)થઇ હતી.

સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપને સૌથી વધુ નુકસાન: વર્ષ 2017માં ભાજપનો શહેરી વિસ્તાર પર દબદબો અને કોંગ્રેસનો ગ્રામ્ય વિસ્તારની બેઠક પર દબદબો સાબિત (Saurashtra assembly seats importance) કરી આપે છે. અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક જીતવામાં 2017માં ભાજપને સફળતા મળી ન હતી. જૂનાગઢની 5માંથી ફક્ત એક જ કેશોદ બેઠક પર ભાજપ જીત્યો હતો. તો પોરબંદર અને બોટાદ જિલ્લામાં પણ એક એક બેઠક જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતી છે. રાજકોટની 8 પૈકીની 6 બેઠક પર ભાજપનો વિજય થયો છે. તેવી જ રીતે ભાવનગર શહેરની 7 પૈકી 6 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ પરિણામોથી સ્પષ્ટ તારણ મેળવી શકાય છે કે 2017ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો શહેરી મતદારો પર અને કોંગ્રેસનો ગ્રામ્ય મતદારો (Saurashtra Voters) પર દબદબો હતો.2017માં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપને કુલ 54 બેઠકમાંથી 30 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.જયારે ભાજપનો 23 બેઠકો પર વિજય થયો હતો.

મધ્ય-ગુજરાત રહ્યો છે ભાજપનો ગઢ:ગુજરાત વિધાનસભા બેઠકોની (Gujarat Election) વાત કરીએ તો, કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે. આ તમામ જિલ્લાઓમાં 61 સીટો વિધાનસભા ક્ષેત્રની આવેલી છે. આ સીટો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક છે. કોંગ્રેસ પાસે 22 બેઠક અને 1 બેઠક અપક્ષ પાસે છે.મધ્ય ગુજરાતમાં ભાજપનો દબદબો 2017 વિધાનસભા ચૂંટણી વખતે પણ કાયમ રહ્યો હતો.

દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો:દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 35 બેઠકોનો ( 35 Seats Of South Gujarat )સમાવેશ થાય છે. આમાંથી ગત ચૂંટણી 2017ની ચૂંટણી પરિણામ વિશે જોઇએ લઇએ તો કુલ 7 જિલ્લાની 35માંથી 25 બેઠક પર ભાજપ જીતી હતી. 8 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી અને બે બેઠક બીટીપીના ફાળે ગઈ હતી. પાટીદાર અનામત આંદોલનની અસર શહેરોમાં જોવા મળી ન હતી. સુરતના શહેરી વિસ્તારમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. જો કે ગ્રામ્ય વિસ્તારની બેઠકો કોંગ્રેસ કબ્જે કરવા સફળ રહી હતી.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે મેળવી હતી વધુ સીટ: ઉત્તર ગુજરાતમાં વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 182માંથી કુલ 32 બેઠક આવે છે.આ તમામ બેઠકોમાં ભાજપને 14 બેઠક, કોંગ્રેસને 17 બેઠક અને એક અપક્ષ પાસે છે.2017 વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર આંદોલનની સાથે-સાથે દલિત આંદોલન અને ક્ષત્રિય-ઠાકોર સેનાનું આંદોલન પણ શરુ થયું હતું.તેની અસર ઉત્તર ગુજરાતના રાજનીતિક પરિણામોમાં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details