ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કોંગ્રેસની ખાટલા બેઠક અંગે પાલીતાણાના ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો ખાટલે બેસી રુબરુ જવાબ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે છેલ્લી ઘડીનો પ્રચાર કરવા નેતાઓ મચી પડ્યાં છે. ઈટીવી ભારતે પાલીતાણા વિધાનસભા બેઠક ( Palitana Assembly Seat ) ના ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયા સાથે રુબરુ મુલાકાત ( Candidate Bhikhabhai Baraiya Interview ) કરી કોંગ્રેસની ખાટલા બેઠકો ( Congress Khatla Meetings ) સહિતના મુદ્દે ખાસ વાતચીત કરી હતી.

કોંગ્રેસની ખાટલા બેઠક અંગે પાલીતાણાના ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો ખાટલે બેસી રુબરુ જવાબ
કોંગ્રેસની ખાટલા બેઠક અંગે પાલીતાણાના ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો ખાટલે બેસી રુબરુ જવાબ

By

Published : Nov 29, 2022, 12:20 PM IST

ભાવનગર ભાવનગર જિલ્લાની બેઠકો પર આમ આદમી પાર્ટીના એન્ટ્રી બાદ માહોલ વધુ ગરમાયો છે. એક તરફી બની જતી ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) હવે સરળ રહી નથી. કોંગ્રેસની ખાટલા બેઠક ( Congress Khatla Meetings )અને આપના જવાબો પાલીતાણા વિધાનસભા બેઠક પાલીતાણા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાભાઇ બારૈયાએ પાલીતાણાના ભંડારીયા ગામે ખાટલે બેસીને ETV BHARATને આપ્યો ( Candidate Bhikhabhai Baraiya Interview ) હતો. ભાવનગર જિલ્લાની સાત બેઠક પૈકી ચાર બેઠકો પર રસાકસીભર્યો ત્રિપાંખીયો જંગ ખેલાવા જઇ રહ્યો છે. ત્યારે ETV BHARAT એ પાલીતાણા બેઠક પર ચાલુ ધારાસભ્યને ટિકીટ આપતા ખાટલા બેઠક કરી હતી.

ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયા સાથે રુબરુ મુલાકાત

ખાટલા બેઠક ભાજપ વર્ષોથી કરે છે ખાટલા બેઠક ચૂંટણી જાહેર થઇ તે પહેલાં કેન્દ્રમાં રહી છે ત્યારે પાલીતાણા વિધાનસભા બેઠક ( Palitana Assembly Seat )ના ભાજપના ઉમેદવાર સાથે ખાટલા પર સીધી વાતચીત શું થઇ તે વિશે જાણીએ. પાલીતાણા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાભાઇ બારૈયાનો ( Candidate Bhikhabhai Baraiya Interview )પ્રચાર મંત્ર સવાલો અને બાદમાં મળેલા જવાબમાં નીચે મુજબ જાણીએ.

સવાલકોંગ્રેસ ખાટલા બેઠક ( Congress Khatla Meetings ) કરી રહી છે ?

જવાબ કોંગ્રેસ, આપણે પણ અત્યારે ખાટલા પર બેઠા છીએ. કોંગ્રેસને સાચા ખોટા સિવાય કશું આવડતું નથી. બે ચાર વર્ષ પહેલા કોંગ્રેસ પાસે બેઠક હતી અને તેને 15 વર્ષમાં તેમના સમયમાં રોડ રસ્તાઓ કર્યા નહીં અને બાકી હતા. આ ચાલુ પાંચ વર્ષમાં જોબ વર્ક નમ્બર લાવીને ગામડાના તમામ રસ્તાઓ નવા કર્યા છે.પાલીતાણા વિધાનસભા બેઠક ( Palitana Assembly Seat )ની જનતા માટે મને ખબર છે. ચૂંટણીને લઈને ચોરાએ ચર્ચા થાય ત્યારે 25 વર્ષના શાસનમાં કોઈ કોલેજ,બાયપાસ રોડ હોસ્પિટલ માટે ક્યારેય કોઈ બોલ્યું નથી. કારણ કે ભાજપ બોલે એ કરે છે. તમામ કાર્યકરો ગામડાઓમાં કાર્યકરો જાય છે તેમની માંગણી સ્વીકારી આગામી દિવસોમાં પુરી કરવાની તૈયારી દર્શાવે છે.

સવાલ રોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉપાડવામાં આવે છે શિક્ષણનો પણ મુદ્દો આપના દ્વારા ઉપાડવામાં આવ્યો છે તમે શું કામ કર્યા અને હવે શું કરશો ?

જવાબ પાલીતાણામાં હું ( Candidate Bhikhabhai Baraiya Interview ) જ્યારે ભણતો અને સ્કૂલે જતો જે માધ્યમિક શાળામાં ભણ્યો મને ખબર છે. સ્કૂલ કોલેજ બાબતમાં હું 12માં ભણતો હતો. ઘણા ગરીબ લોકો બસમાં આવતા જતા હતાં ત્યારથી આ મુદ્દા ( Palitana Assembly Seat ) હતાં. કોલેજની વાત કરતા આજ મને સંતોષ છે. કારણ કે આજે પાલીતાણા કોલેજમાં 300 વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે.

સવાલ ત્રિપાંખીયા જંગમાં શું લાગે છે ? સમાજના મતોનું વિભાજન થશે ? શુ કહેવું છે ?

જવાબ પાલીતાણા વિધાનસભા બેઠક ( Palitana Assembly Seat ) પર ત્રિપાંખીયો જંગ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટી એક છે અને એ મેંદાનમાં છે. કોંગ્રેસ અને આપની વાત કરો છો પણ કોળી સમાજ અને પટેલ સમાજના આગેવાન મારી ( Candidate Bhikhabhai Baraiya Interview )સાથે બેઠાં છે.

ABOUT THE AUTHOR

...view details