ગુજરાત

gujarat

જૂનાગઢમાં જે.પી નડ્ડાની ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક, આપ્યો જીતનો મંત્ર

By

Published : Nov 23, 2022, 7:00 PM IST

Updated : Nov 23, 2022, 7:56 PM IST

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા (BJP president JP Nadda) વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક અંકે કરવા માટે ભાજપના કાર્યકરો અને અગ્રણી નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો જીતવાને લઈને કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી.ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાંથી ભાજપનો ઉમેદવાર એકમાત્ર કેશોદ બેઠક (keshod assembly seat) જીતી શક્યો હતો. તેને લઈને આજની રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની બેઠક ખૂબ જ મહત્વની મનાઈ રહી છે.

જૂનાગઢમાં જે.પી નડ્ડાની ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક
closed-door-meeting-of-jp-nadda-with-bjp-workers-in-junagadh-gave-victory-mantra

જુનાગઢ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા (BJP president JP Nadda) વિધાનસભાની ચૂંટણીને લઈને જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક અંકે કરવા માટે ભાજપના કાર્યકરો અને અગ્રણી નેતાઓ સાથે બંધ બારણે બેઠક (meeting in closed door) યોજી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે આગામી રાજ્ય વિધાનસભાની જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા (five assembly seat of junagadh district) બેઠક જીતવાને લઈને મંત્ર આપ્યો હતો.ઉપસ્થિત કાર્યકરોને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી આજથી 24 કલાક કામે લાગી જવાની રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રતાપ નડ્ડાએ હાકલ કરી હતી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાંથી ભાજપનો ઉમેદવાર એકમાત્ર કેશોદ બેઠક (keshod assembly seat) જીતી શક્યો હતો. તેને લઈને આજની રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની બેઠક ખૂબ જ મહત્વની મનાઈ રહી છે.

જૂનાગઢમાં જે.પી નડ્ડાની ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક

નડ્ડાએ જૂનાગઢમાં કાર્યકરો સાથે કરી બેઠક:ગત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભાજપનો કારમો પરાજય થયો હતો.જેને લઈને ભાજપનું રાષ્ટ્રીય મોવડી મંડળ પણ ખૂબ જ ચિંતિત જોવા મળ્યુ હતુ. જેને લઇને પાછલા દિવસો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાએ ભાજપના કાર્યકરો સાથે તાકીદની અને ખાનગી બેઠક યોજી હતી.આ બેઠકમાં આગામી પહેલી તારીખ સુધી તમામ નાના-મોટા સૌ કાર્યકરોને જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કામે લાગી જવાની સાથે આકરી ભાષામાં તાકીદ પણ કરી છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા અચાનક જૂનાગઢ જિલ્લાના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરે તે જિલ્લામાં આગામી ચૂંટણીને લઈને ભાજપમાં જે ચિંતા પ્રબળ બની રહી છે તેને ઉજાગર કરે છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત સૂચક:છેલ્લા દિવસો દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (PM Narendra Modi) લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય પ્રધાનોની ફોજ ગુજરાતના પ્રચાર અભિયાનમા જોડાઈ રહી (BJP Campaign for Gujarat Election) છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અહીં આવતા હોવાથી તેમની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ (Gujarat Political News) ખૂબ સૂચક માનવામાં આવે છે. ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપના મોટા ગજાના નેતાઓ અને પદાધિકારીઓ સોરઠને ચૂંટણી પ્રચારનું કેન્દ્ર (BJP Campaign for Gujarat Election) બનાવી રહ્યા છે.

Last Updated :Nov 23, 2022, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details