ગુજરાત

gujarat

પાટીદારે કર્યા ભાજપના વધામણાં...

By

Published : Dec 9, 2022, 12:32 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Election Result 2022) ભાજપે જંગી જીત નોંધાવી છે. આ વખતે આદિવાસી, પાટીદાર, OBC સહિત દરેકે ફેકટરે(election factor) કામ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે પાટીદાર સમુદાયએ 2017માં ભાજપથી નારાજગી વ્યક્ત કરી હતી. તેણે પણ આ વખતે ભાજપને વધાવી લીધી(bjp wins 156 seats) છે. અને તેમાં મહત્વનો ભાગ રહેલા હાર્દિક પટેલે વિરમગામથી મોટી લીડથી જીત હાંસલ કરી(Hardik Patel win viramgam seat) છે.

પાટીદારે કર્યા ભાજપના વધામણાં
પાટીદારે કર્યા ભાજપના વધામણાં

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેર(Gujarat Assembly Election Result 2022) થઈ ચૂક્યા છે. ભાજપે 2022ની ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં(In Patidar dominated constituencies) અત્યંત સારો દેખાવ કર્યો છે. જેમાં નોંધપાત્ર પટેલ વસ્તી ધરાવતી લગભગ દરેક બેઠક જીતી છે. 2017માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરત, મોરબી, ટંકારા, ધોરાજી અને અમરેલી સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો કોંગ્રેસની જીત થઈ હતી. જો કે, આ વખતે તમામ વિધાનસભા બેઠકો ભાજપના ફાળે ગઈ હતી.

પાટીદાર ફેક્ટરની અસર:આ વખતે આદિવાસી, પાટીદાર, OBC સહિત દરેકે ફેકટરે કામ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે પાટીદાર સમુદાયએ 2017માં ભાજપથી નારાજગી વ્યક્ત કરી હતી. તેણે પણ આ વખતે ભાજપને વધાવી લીધી છે. પાટીદાર આંદોલનની અસર 2017માં જોવા મળી હતી. ભાજપનો 150 બેઠકના લક્ષ્યાંક પર પાણી ફરી વળ્યું હતું. પાટીદાર અનામત આંદોલન અને ભાજપ વિરુદ્ધ હાર્દિક પટેલના વંટોળ અભિયાનને કારણે ભાજપે માત્ર 99 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 77 બેઠકો પર જીત હાંસલ કરી હતી. કોંગ્રેસે 2017માં મોરબી, ટંકારા, ધોરાજી અને અમરેલી સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો જીતી હતી. ગુજરાતમાં લગભગ 40 બેઠકો છે જ્યાં પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાતની વસ્તીના લગભગ 18 ટકા પટેલો હોવા છતાં, 2017માં 44 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા હતા, જેણે ગુજરાતમાં ચૂંટણીના રાજકારણ પર તેમનો પ્રભાવ દર્શાવ્યો હતો.

પાટીદારોને ખુશ કરવા ભાજપે ચૂંટણીના એક વર્ષ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને હટાવીને પાટીદારને સીએમ બનાવ્યા. ભાજપે એવી પણ જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પદ પર જાળવી રાખવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો હતો. ભાજપે વિરમગામથી તેને ટિકિટ આપી હતી. એક સમયે ભાજપની આલોચના કરનાર હાર્દિક પટેલે ભાજપમાંથી જ જીત મેળવી છે.

દક્ષિણ ગુજરાતમાં, સુરત જિલ્લાની કેટલીક બેઠકો પાટીદાર ગઢ ગણાય છે, જેમાં વરાછા, કામરેજ, કતારગામ અને સુરત ઉત્તરનો સમાવેશ થાય છે. 2022ની ચૂંટણી માટે ભાજપે 41 પાટીદારોને ટિકિટ આપી હતી, જે કોંગ્રેસની સંખ્યા કરતા એક વધુ છે. AAP એ સમુદાયના નોંધપાત્ર સંખ્યામાં સભ્યોને ટિકિટ પણ આપી હતી. ભાજપ ઓછામાં ઓછા 50 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપે છે. સુરત એ પાટીદારોનું ગઢ ગણાય છે. જેને જીતવા માટે ભાજપ સહિત આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જો કે તે બેઠકો પર જીતવામાં ભાજપ સફળ રહી હતી. વરાછા રોડ, કતારગામ અને ઓલપાડની પાટીદાર બેઠકો મોટા માર્જિનથી જીતી હતી.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદાર મતદારોનું પ્રમાણ વધુ છે. જેમાં મોરબી, ટંકારા, ગોંડલ, ધોરાજી, અમરેલી, સાવરકુંડલા, જેતપુર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ અને રાજકોટ દક્ષિણ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વિજાપુર, વિસનગર, મહેસાણા અને ઊંઝા બેઠકો પર નોંધપાત્ર સંખ્યામાં પાટીદાર મતદારો છે. , અમદાવાદ શહેરની ઓછામાં ઓછી પાંચ બેઠકો - ઘાટલોડિયા, સાબરમતી, મણિનગર, નિકોલ અને નરોડા - પણ પટેલ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો ગણવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details