ગુજરાત

gujarat

Mahashivratri 2024: કંટાળેશ્વર મહાદેવના ધામ બેરણા ખાતે 300 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટથી ભગવાન શિવની આરાધના

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 12:44 PM IST

Mahashivratri 2024:

સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં 51 ફૂટની ભગવાન શિવની પ્રતિમા હોય તેવું કંટાળેશ્વર મહાદેવ નું ધામ બેરણા ખાતે આવેલું છે. જ્યાં 300 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટથી સમગ્ર વિસ્તારમાં આસ્થાની ઉજવણી થાય છે. સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ધામ ખાતે આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘી તેમજ કપાસની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરાય છે ભગવાન શિવની આરાધના કરવા માટે આજે ગુજરાત રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના ભક્તો વિશેષ પણે હાજર રહે છે. આજે શિવરાત્રી નિમિત્તે મોટાભાગના ભક્તજનો આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવે છે. સામાન્ય રીતે ભગવાન શિવ ને પાણી બિલિપત્ર સહિત કપાસની સામાન્ય દિવેટથી જ પ્રસન્ન થતા હોય છે. ત્યારે બેરણા ધામ ખાતે 125 કિલો કપાસની મશાલમાં 300 કિલો ઘી નાખવામાં આવે છે. જેથી દર્શનાર્થીઓ આ જ્યોત તેમજ ભગવાન શિવની પ્રતિમાના દર્શનથી ભાવવિભોર બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details