ગુજરાત

gujarat

Surat Murder : કોસંબા ગામે હત્યાની ઘટનાને અંજામ આપનાર શખ્સને પોલીસે દબોચી લીધો

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 9:21 AM IST

સુરત: માંગરોળ તાલુકાના જુના કોસંબા ગામે આવેશમાં આવીને એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. જેમાં વચ્ચે છોડાવવા પડનાર યુવકને પણ ચપ્પુના ઘા વાગ્યા હતાં. આ ઘટના બાદ ફરાર આરોપીને કોસંબા પોલીસે તેના ઘર પાસેથી બાતમીને આધારે ઝડપી પાડયો હતો.

જૂના કોસંબા વડ ફળિયામાં આંગણવાડી પાસે સાંજના સમયે અવાર નવાર ઓટલા પર બેસતાં ત્રણ ઓળખીતા વચ્ચે 5 તારીખે સાંજે ઝઘડો થયો હતો. જેમાં સુનિલ પ્રસાદ દ્વારા ભાયલાભાઈને જાતિવિષયક અપશબ્દો બોલી નાલાયક ગાળો આપી હતી. જે બાબતે ગાળો ન આપવા ઠપકો આપતાં ઉકેરાયેલા સુનિલ પ્રસાદે નજીકમાં આવેલ કરિયાણાની દુકાનમાંથી શાકભાજી કાપવાનું ચપ્પુ લાવી ભૈયલાભાઈ પર ચપ્પુના ઘા ઝીક્યા હતાં. આ દરમિયાન તેમને છોડાવવા માટે ભાસ્કરભાઈ વચ્ચે પડયા હતાં. તેમને પણ ચપ્પુના ઘા મારી સુનિલ પ્રસાદ ફરાર થઈ ગયો હતો. ભાયલાભાઈનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જે બાબતે કોસંબા પોલીસે હત્યા તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધી હત્યાનો આરોપી સુનિલ ચંદ્રીકાસિંગ પ્રસાદને ગણતરીના કલાકોમાં જ તેના ઘરની નજીકથી બાતમી આધારે ઝડપી પાડયો હતો.

કોસંબા પોલીસ મથકના પીઆઇ ડી.વી રાણા એ જણાવ્યું હતું કે કોસંબા પોલીસ મથકે નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે. પોલીસે ચપ્પુ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details