ગુજરાત

gujarat

કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યુ મતદાન, વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 6:20 PM IST

કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

કચ્છઃ સમગ્ર ગુજરાતની લોકસભાની કુલ 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ રાજકીય આગેવાનો અને નાગરિકો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી પોતાની ફરજ બજાવી રહયાં છે. મતદાન અંગેની ઉત્સુકતા મતદાતાઓમાં દેખાઈ રહી છે. મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ નાગરિકો મતદાન માટે પહોંચીને મતદાન માટે પોતાનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. રાજકીય આગેવાનો પોત પોતાના મત વિસ્તારમાં જઈને મતદાન કરીને જનતાને મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે તેમના  ગામ સુખપર રોહા ખાતે મતદાન કર્યુ હતું. વિનોદ ચાવડા સાથે તેમના પરિવારના સભ્યો અને ગ્રામ્યજનો જોડાયા હતા. વિનોદ ચાવડાએ કચ્છ-મોરબી વિસ્તારના મતદારોને વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details