ગુજરાત

gujarat

કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભચાઉ અને રાપરમાં યોજ્યો રોડ-શો - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 7:32 PM IST

વિનોદ ચાવડાએ ભચાઉ અને રાપરમાં યોજ્યો રોડ-શો

કચ્છઃ લોકસભા સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કચ્છ મોરબી લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર ખાતે રોડ-શોનું આયોજન કર્યુ હતું. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રથમ ભચાઉ ખાતે ત્યારબાદ રાપર ખાતે શહેરના મુખ્ય કાર્યાલય સુધી રોડ-શો યોજ્યો હતો. જેમાં રાપર વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ રોડ-શોમાં જોડાયા હતા. ભચાઉ અને રાપર શહેરમાં યોજાયેલ રોડ-શોમાં દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી માત્રામાં પોલીસ કર્મચારી હાજર રહેતા શાંતિ અને સલામતિ જળવાઈ રહી હતી. 

ABOUT THE AUTHOR

...view details