ગુજરાત

gujarat

Jamnagar News : જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ફરી ભગવો લહેરાયો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો કારમો પરાજય

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 7:18 PM IST

જામનગર : જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ફરી ભગવો લહેરાયો હતો. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈ કાલે મતદાન યોજવામાં આવ્યું હતું અને આજે મતગણતરી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દાયકાથી અહી રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલનો દબદબો છે. કુલ 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો હતાં જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે પણ ઝંપલાવ્યું હતું. જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોનો કારમો પરાજય થયો છે તો ભાજપમાંથી બે સભ્યોએ બગાવત કરી હતી અને બંને ચૂંટણી લડ્યા હતાં બંનેનો પણ પરાજય થયો છે.  જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અને અહીં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ છેલ્લા પાંચ ટર્મથી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા હતાં. આજ રોજ સવારે 10 વાગ્યે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને બપોરના સમયે મત ગણતરી પૂર્ણ થતા વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં. વેપારી પેનલ અને ખેડૂત પેનલનો ભવ્ય વિજય થયો છે જેમાં 10 ઉમેદવારોએ જંગી લીડ પ્રાપ્ત કરી છે. જેમાં  વિજેતા ઉમેદવારોમાં કોટેચા હિરેન વિજયભાઈ ભન્ડરી સંજય જગદીશભાઈ મહેતા વિરેશ મનસુખલાલ સાવલિયા જયેશ રતિલાલ કોરડીયા વિપુલ ચંદ્રેશભાઇ પટેલ છૈયા અશ્વિનભાઈ વિનોદભાઈ જાડેજા ઉમેદ સંગ જાડેજા પ્રદ્યુમનસિંહ ઝાલા જયપાલસિંહ પરમાર જીતેનભાઈ ભીમાણી દયાળજીભાઈ ભંડેરી જમનભાઈ સફાયા મુકુંદભાઈ અને સોજીત્રા ચંદ્રેશભાઇ.

ABOUT THE AUTHOR

...view details