ગુજરાત

gujarat

Vadodara Crime News: પાદરાની બામણગામ નદી કિનારે થતા રેતી ખનન પર દરોડા, ખનન માફિયામાં ફફડાટ ફેલાયો

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 3:45 PM IST

પાદરા તાલુકાના બામણગામ નદી કિનારે સર્વે નં.460 અને આજુબાજુના સર્વે નંબરમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું હતું. આ ઘટનાને પગલે આંકલાવ અને પાદરા તાલુકાની હદમાં પાદરા મામલતદારની ટીમે પોલીસને સાથે રાખી રેતી ખનન પર દરોડો પાડ્યો હતો. આ દરોડાને સંદર્ભે ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vadodara Padara Illegal Mining Collector Police Mining Mafia Scared

પાદરાની બામણગામ નદી કિનારે થતા રેતી ખનન પર દરોડા
પાદરાની બામણગામ નદી કિનારે થતા રેતી ખનન પર દરોડા

ખનન માફિયામાં ફફડાટ ફેલાયો

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં રેતીના કિનારેથી રેતી ગેરકાયદેસર રેતી વેચવાનો વેપલો વધી રહ્યો છે. ભૂ ખનન માફિયાઓ રાજ્યમાં બેફામ બની રહ્યા છે. વડોદરામાં આજે આવા જ એક ભૂ ખનન પર પાદરા મામલતદારે દરોડો પાડ્યો હતો. ઘટના સ્થળે મોટા હીટાચી મશીન અને ડમ્પર્સ દ્વારા રેતી ખનન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસને સાથે રાખીને મામલતાદારે રેડ કરી હતી. આ રેડમાં આંકલાવ અને પાદરા તાલુકા પોલીસ પણ જોડાઈ હતી.

હેવી મશીનરી જપ્ત કરાઈઃ પાદરા મામલતદારે 4 ડમ્પર અને હીટાચી મશીનની અટકાયત કરી હતી. પાદરા મામલતદાર જિલ્લા બહાર આવી બીજા જિલ્લામાં પોતાની હદમાંથી રેતી નીકળે છે. તેના આધાર પુરાવા કે હદ માપણી વિના જિલ્લા બહાર રેડ કરવાની મંજૂરી વિના રેતી ખનન ઉપર રેડ કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા બન્ને તાલુકાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ભૂ ખનન માફિયાઓમાં ફેલાયો ફફડાટઃ પાદરા મામલતદાર દ્વારા જિલ્લા ફેર રેડ કરતા સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ રેતી ખનનની તપાસ જિલ્લા ફેરના અધિકારીઓને સોંપવામાં આવે તો મોટા પ્રમાણમાં વહીવટી તંત્રની મીલીભગત બહાર આવે તેમ છે. આજે કરવામાં આવેલ રેડને પરિણામે બામણગામ નદી કિનારે રેતી ખનન કરતા માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી, અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહીવટી તંત્રના લાંચીયા અધિકારીઓ અને ભૂ ખનન માફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. સમગ્ર રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં પણ બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. પાટણ જિલ્લામાં હેવી મશીનરી સાથે 9 ડમ્પર તાજેતરમાં જ વિજિલન્સ ટીમે ઝડપ્યા ત્યારે પાટણ જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી.

  1. Patan Crime News: સમીના દાદર ગામે ગાંધીનગર વિજિલન્સની ટીમ ત્રાટકી, ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
  2. Vadodara News: વડોદરા જિલ્લા વહીવટી તંત્ર આખરે જાગ્યું ! વ્યાસ બેટ નજીક રેતી ખનન ઉપર મુક્યો પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details